તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશમાં પ્રથમ વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્કાઇપની મદદથી ઇન્ટરવ્યૂ લેવાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત ભરતી માટેના ઇન્ટરવ્યૂ ઓનલાઇન લેવામાં આવ્યા છે. ગુરુવારે નવા બનેલા નેનો સાયન્સ ભવનમાં પ્રાધ્યાપકની ભરતી માટે ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવ્યા હતા. જેમાં વિદેશ પોસ્ટ પીએચ.ડી. માટે ગયેલા બે ઉમેદવારોના ઓનલાઇન ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા.
વિદેશ ગયેલા બે ઉમેદવારોએ નેનો સાયન્સમાં ભરતી માટેના ઇન્ટરવ્યૂ સ્કાઇપની મદદથી ઓનલાઇન આપ્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલુ વર્ષે શરૂ કરાયેલા નેનો સાયન્સ ભવનમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી માટેના ઇન્ટરવ્યૂ ગુરુવારે લેવામાં આવ્યા હતા. જેમાં પ્રોફેસરની જનરલ કેટેગરીની એક પોસ્ટ માટે માત્ર એક જ ઉમેદવાર ડો.દિલીપ ગણેશભાઇ કુબેરકર અને એસોસિએટ પ્રોફેસરની એસસી કેટેગરીની એક પોસ્ટ માટે એકમાત્ર ઉમેદવાર કટારિયા ભરતકુમાર રમેશભાઇએ ઇન્ટરવ્યૂ આપ્યા હતા, જ્યારે આસિસ્ટન્ટ પ્રોફેસરમાં એસઇબીસી કેટેગરીની 5 જગ્યા માટે 5 ઉમેદવારો અને આસિસ્ટન્ટ પ્રોફેસર જનરલ કેટેગરીની બે જગ્યા માટે 38માંથી 28 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા માટે અરજી કરનારા મનીષકુમાર કોરિયા અને ડો.દિબેશ દેવદત્તા મિશ્રા નામના ઉમેદવાર ચાઇના પીએચ.ડી. કર્યા બાદ પોસ્ટ પીએચ.ડી કરવા માટે ગયા હોવાથી બન્ને ઉમેદવારોએ ઓનલાઇન ઇન્ટરવ્યૂ માટે વિનંતી કરી હતી. જે ધ્યાનમાં લઇ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા સ્કાઇપની મદદથી બન્ને ઉમેદવારોના ઓનલાઇન ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. ઇન્ટરવ્યૂમાં ઇમ્પેક્ટ ફેક્ટરવાળા જનરલ એટલે શું, આઇએસએસએનનું ફૂલ ફોર્મ શું, રિસર્ચ જનરલની ક્વાલિટી કેવી રીતે નક્કી થાય, નેનો શું છે, તેનું ભવિષ્ય શું છેે, નેનો ઇલેક્ટ્રોનિક્સ એટલે શું, નેનો મેડિકલ અને કન્સ્ટ્રકશનમાં શું એપ્લિકેશન છે, નેનો સાયન્સ ભવન માટે પાંચ વર્ષનું વિઝન શું, 2021 સુધીમાં ડિપાર્ટમેન્ટને કયાં સુધી લઇ જશો, સહિતના સવાલો એક્સપર્ટે પૂછ્યા હતા.
આજે સ્ટેટેસ્ટિકસ, અંગ્રેજી, સોશિયોલોજી અને હ્યુમન રાઇટ્સના ઇન્ટરવ્યૂ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શુક્રવારે સ્ટેટેસ્ટિકસમાં પ્રોફેસરની ભરતી માટે એક ઉમેદવાર, અંગ્રેજીમાં એસોસિએટ પ્રોફેસર ટુ પ્રોફેસર માટે 2 ઉમેદવારો, અંગ્રેજી ભવનમાં પ્રોફેસર(એસઇબીસી કેટેગરી)ની એક જગ્યા પર સીધી ભરતી માટે 2 ઉમેદવારો, આસિસ્ટન્ટ પ્રોફેસર(એસટી કેટેગરી)માં 11 ઉમેદવારો, હ્યુમન રાઇટ્સ ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર(એસઇબીસી કેટેગરી)માં એક ઉમેદવાર અને આસિસ્ટન્ટ પ્રોફેસર(જનરલ કેટેગરી)માં 19 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવાશે.

મશકા લગાવવા ગયેલા ઉમેદવારની ધૂળ કાઢી નખાઇ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બુધવારે ઇન્ટરવ્યૂ હતા ત્યારે તેમાં એક્સપર્ટ તરીકે હાલમાં અન્ય રાજ્યની યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર તરીકે ફરજ બજાવતા એક સિનિયર મોસ્ટ અધ્યાપકને બોલાવાયા હતા. આ એક્સપર્ટ શુક્રવારે લેવાનાર ઇન્ટરવ્યૂમાં પણ હાજર રહેનારા હોય. શુક્રવારના ઇન્ટરવ્યૂના એક ઉમેદવાર તેમને મશકા લગાવવા પહોંચી ગયા હતા અને ભૂતકાળમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરજ બજાવી ચૂકેલા સિનિયર પ્રાધ્યાપકને જાહેરમાં પગે લાગ્યા હતા ત્યારે ચોંકી ઉઠેલા એક્સપર્ટે તેમને ઇન્ટરવ્યૂ ક્યારે છે, હાલમાં ડ્યૂટી ચાલુ છે તો ભવન છોડી અહીં કેવી રીતે આવ્યા સહિતના પ્રશ્નો પૂછી ઉમેદવારની ધૂળ કાઢી નાખતા થોડીવાર માટે સોપો પડી ગયો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો