રાજકોટઃ સૌરઊર્જા ક્ષેત્રે રાજકોટ રેલવે ડિવિઝન ધીમેધીમે કાઠું કાઢી રહ્યું છે, હાલમાં પ્રતિ વર્ષ 1, 12, 750 વીજળી યુનિટનો વપરાશ ઘટાડી 8, 69, 400ની બચત કરી રહ્યું છે. બબ્બે વખત નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ મેળવનાર રાજકોટ ડિવિઝન આગામી વર્ષોમાં પણ વધુને વધુ સૌરઊર્જાનો ઉપયોગ કરવા પ્લાનિંગ કરી રહ્યું છે.
સોલાર વોટર હીટર સિસ્ટમ વર્ષે 4.32 લાખ બચાવે છે, સૌરઊર્જાથી વર્ષે 8.69 લાખની બચત
રાજકોટની ડી. આર. એમ. ઓફિસ કોઠી કમ્પાઉન્ડ ખાતેના બિલ્ડિંગમાં 10 કિલો વોટનો સોલાર પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે, જેમાં 250 વોટ પાવરની 40 પેનલ લગાવવામાં આવી છે, જે પ્રતિદિન 50 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે. આ પાવર પ્લાન્ટ લગાવવા માટે રેલવેને માત્ર 8.91 લાખનો ખર્ચ થયો છે. આ સોલાર પ્લાન્ટથી પ્રતિ વર્ષ 1.35 લાખની બચત થાય છે. પ્લાન્ટનું આયુષ્ય 20 વર્ષનું છે. આમ, માત્ર સાડા છ વર્ષમાં સોલાર પ્લાન્ટનો ખર્ચ નીકળી જાય છે.
પ્રતિ માસ 2700 વીજ યુનિટ સાથે 16, 200ની બચત
રાજકોટ ડિવિઝનમાં અલગ અલગ લેવલ ક્રોસિંગ ગેટ, રેલવે કોલોનીના જાહેરમાર્ગ, સ્ટેશન બિલ્ડિંગ, રેલવે કચેરીઓમાં સૌરઊર્જાનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે પ્રતિ માસ 2700 વીજ યુનિટ સાથે 16, 200ની અને પ્રતિ વર્ષ 1, 92, 400ની બચત થાય છે. રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, હાપા, કાનાલુસ, ઓખા ખાતે રિટાયરિંગ રૂમ, રનિંગ રૂમ, ઓફિસર રેસ્ટ હાઉસ, સબ કો-ઓર્ડિનેટ રેસ્ટ હાઉસ ખાતે સોલાર વોટર હીટર લગાવવામાં આવ્યા છે, જેની કેપેસિટી પ્રતિદિન 9275 લિટર પાણી ગરમ કરવાની છે. આ વોટર હીટરને કારણે મહિને 36000 અને પ્રતિ વર્ષ 4.33 લાખની બચત થાય છે.
વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં....