તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ: DCPના નામે PIને ફોન કરી કચેરી પહોંચવા આદેશ કરનાર ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(દિવ્યેશ ચૌહાણ)
 
રાજકોટ: રાજકોટના માલવિયાનગર પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.આર.સોલંકીને ગત 17મી માર્ચે રાત્રે લેન્ડલાઇન ફોન પર ડીસીપીના નામે કોલ કરી પોલીસ કમિશનર કચેરી પહોંચવાનો આદેશ કરનારા મોબાઇલ નંબર 8460214567ના ધારક સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. ફોન કરનાર શખ્સ વાંકાનેરનો હોવાની જાણ થતાં તેની ધરપકડ કરી શબક શિખવ્યો હતો. 
 
લેન્ડલાઇન ફોન નં.2238484 પર મોબાઇલ નંબર 8460214567 પરથી ફોન આવ્યો
 
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદી માલવિયાનગર પોલીસ મથકમાં ઇન્ચાર્જ પી.આઇ. તરીકે ફરજ બજાવે છે અને ગત 17મી માર્ચે રાત્રે 8.05 વાગ્યે પોલીસમથકમાં પોતાની ચેમ્બરમાં હતા ત્યારે ઓફિસના લેન્ડલાઇન ફોન નં.2238484 પર મોબાઇલ નંબર 8460214567 પરથી ફોન આવ્યો હતો અને પોતે આઇપીએસ કરણરાજ વાઘેલા બોલતા હોવાનું જણાવી ગેલેકસી સિનેમા પાસે આવેલી પોલીસ કમિશનર કચેરીમાં બીજા માળે આવેલી પોતાની ઓફિસમાં પહોંચવા ફરિયાદીને આદેશ કર્યો હતો. ફરિયાદીએ તમે આઇપીએસ કરણરાજ વાઘેલા બોલતા ન હોવાનું જણાય છે તેમ કહેતા પોતે આઇપીએસ વાઘેલા હોવાનું જણાવી મોબાઇલ કટ કરી નાખ્યો હતો.
 
રાજ્યસેવકની ખોટી ઓળખાણ આપનારા અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો
 
આથી ફરિયાદીએ ડીસીપી કરણરાજ વાઘેલાને ફોન કરતા તેઓએ ઉપરોક્ત ફોન પોતે નહીં કર્યાનું જણાવતા રવિવારે રાત્રે રાજ્યસેવક ન હોવા છતાં તેનું નામ ધારણ કરી રાજ્યસેવકની ખોટી ઓળખાણ આપનારા અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. ડિસીપીના નામે ફોન કરનાર શખ્સ વાંકાનેરનો હોવાની જાણ થતા બાદ આ શખ્સ રાજકોટના મવડી ચોકડી પાસેથી નિકળવાનો હોવાની માહિતી મળતા માલવીનગર પોલીસે દિવ્યેશ ભરતભાઇ ચૌહાણ (રહે. મિલપ્લોટ, જવેરી ચાલ, વાંકાનેર)ની ધરપકડ કરી કાયદાનુ ભાનકરાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો