તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ: આજે વ્યતિપાત યોગ સાથે દિવસ-રાતનો સમયગાળો એકસરખો રહેશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ: સુર્યનો કાંતિવૃત અને આકાશી વિષુવૃત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. આ ખગોળિય ઘટના તા 20 અને 21 માર્ચના રોજ બની રહી હોય આ તારીખે દિવસ અને રાત એકસરખા હશે. બુધવારથી દિવસ લંબાતો જશે. આ પછી ફરી તા.21 જુને લાંબા દિવસનો અનુભવ કરાશે. તા. 21 અને 22 માર્ચના રોજ રાજકોટમાં સુર્યોદય 6-53 કલાકે થશે.જ્યારે સુર્યાસ્ત 6-53 કલાકે થશે આવીજ રીતે  અમદાવાદમાં સુર્યોદય 6-47 અને સુર્યાસ્ત 6-47 , સુરતમાં સુર્યોદય 6-46, અને સુર્યાસ્ત 6-46 ભુજમાં સુર્યોદય  6-58 અને સુર્યાસ્ત 6-58 કલાકે થશે જ્યારે વડોદરામાં સુર્યોદય 6-44 અને સુર્યાસ્ત 6-44  કલાકે થશે. આમ આ દિવસ સરેરાશ 12 કલાક 7 સેકન્ડ અને રાત્રી 11 કલાક 59 મિનિટ 53 સેકન્ડની બનશે.  
 
સુર્ય ઉત્તર ગોળાર્ધ તરફ ખસતો જશે જેને કારણે સૂર્ય આકાશી વિષુવવૃત્તને છેદે છે
 
તા.22 માર્ચથી સુર્ય ઉત્તરોત્તર ઉતર દિશા તરફ ખસતો જશે. આ કારણે દિવસ લાંબો થતો જશે. સુર્ય ઉત્તર ગોળાર્ધ તરફ ખસતો જશે જેને કારણે સૂર્ય આકાશી વિષુવવૃત્તને છેદે છે જેને વસંત સંપાત કહેવામાં આવે છે. આ કારણે ગરમીનું પ્રમાણ વધતું જશે. રાત્રી ટુંકી થતી જશે. તા. 21 જુન લાંબામાં લાંબા દિવસ બનશે. ચંદ્રની દિશા, સૂર્ય તરફ પૃથ્વીનો ઝુકાવ અને સૂર્યની પરિભ્રમણ ગતિ વગેરે પરિબળો પર દિવસ-રાતની લંબાઇ આધારિત હોય છે. આથી દિવસ-રાતની લંબાઇમાં 10 મિનિટનો તફાવત સ્વાભાવિકપણે માન્ય ગણાય છે. ખગોળીયશાસ્ત્રનો અભ્યાસ કરતા લોકો માટે 20 માર્ચ અને 21 માર્ચની આ દિવસ-રાત એકસરખા બનતા હોવાની ખગોળીય ઘટના મહત્ત્વની હોય અનેક લોકો આ ઘટના માણવા માટે ઉત્સુક બન્યા છે.
 
21-માર્ચે વસંત સંપાત ખગોળીય દિવસ
22-માર્ચથી દિવસ લંબાતો જાય છે
21-જૂને વર્ષનો સૌથી લાંબો દિવસ
21 માર્ચથી ગરમી વધશે 
 
21 માર્ચને વસંત સંપાત તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે તા. 21 સપ્ટેમ્બરને શરદ સંપાત તરીકે ઓળખવામાં આવે છે. તા. 21 માર્ચે સુર્યની આકાશી  વિષુવૃતને છેદવાની પ્રક્રિયાનો પ્રારંભ થશે. આથી આ દિવસથી ગરમીનું પ્રમાણ પણ વધતું જશે. આ દિવસથી પૃથ્વી તેની ધરી 23.5ને ખુણે નમેલી હોય છે. આપણે ઉતર ગોળાર્ધમાં વસવાટ કરતા હોવાના કારણે ગરમીનું પ્રમાણ વધે છે જ્યારે તા. 21 જુન પછી સુર્ય પુન: દક્ષિણ દિશા તરફ વળે છે. જે દક્ષિણાયન તરીકે ઓળખાય છે.

આજે કલ્પો સુધી ફળ આપતો વ્યતિપાત યોગ
 
હિન્દુ શાસ્ત્રો પુરાણોમાં વિવિધ તિથિઓમાં યોગમાં કરેલા દાન, ધર્મનું અલગ -અલગ ફળ દર્શાવ્યું છે. તેમાં પણ વ્યતિપાત યોગમાં કરેલા દાન, પુણ્ય, મંત્રાનુષ્ઠાનનું ફળ કલ્પો સુધી ફળ આપનારું ગણાવવામાં આવ્યું છે. આ યોગની વિસ્તૃત વિગતો વરાહ પુરાણ તેમજ મહાભારત ગ્રંથમાં આપવામાં આવી છે. વેદજ્ઞ નિશિથભાઇ ઉપાધ્યાયના જણાવ્યા મુજબ સોમવારે સવારે 4.54થી વ્યતિપાત યોગનો આરંભ થશે જે મંગળવારે સવારે 5.36 વાગ્યે પૂર્ણ થશે. આ દિવસે સૂર્યનો મેષ રાશીમાં સાંજે 4 વાગ્યે પ્રવેશ થશે જે મેષ સંક્રાંતિ ગણાશે. આમ સોમવારે સોને પે સુહાગા જેવો સર્વશ્રેષ્ઠ યોગ રચાયો છે. ભગવાન કૃષ્ણે ગીતાના અધ્યાય 16 શ્લોક 23માં કહ્યું છે. જે મનુષ્ય શાસ્ત્રવિધિ છોડી પોતાની ઇચ્છા મુજબ કર્મ કરે છે તેને ફળ, સિધ્ધિ કે પરમગતિ મળતી નથી.
 
આગળની સ્લાઇડમાં વાંચો,વ્યતિપાત યોગનો વિશેષ મહિમા છે...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો