તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ:ડ્રગ્સના રવાડે ચડેલા વિદ્યાર્થીએ રેસ્ક્યૂ પોલીસમેનની આંગળી કાપી ખાધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ: ડ્રગ્સ, ગાંજો, ચલમ જેવા નશીલા પદાર્થો આપણા યુવાધનને કંઇ રીતે અને કંઇ હદે બરબાદ કરી રહ્યા છે તેનો ચિતાર આપતો કિસ્સો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં રાજકોટની એક બેંકના નિવૃત્ત મેનેજરનો હોનહાર પુત્ર જયપુર મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા ગયા બાદ કુસંગતના કારણે ડ્રગ્સ એડિક્ટ થઇ જતા સમગ્ર પરિવારની હાલત કફોડી બની છે. હાલમાં ડ્રગ્સના નાણાં માટે માતા-પિતા પર હિંસક હુમલા કરતા યુવાનને સમાજ સુરક્ષા વિભાગના સ્ટાફે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો છે. આ કામગીરી કરવા માટે સાથે ગયેલા એક પોલીસમેનને પણ યુવાનના હિંસક હુમલાનોભોગ બની આંગળીનું ટેરવું કાયમ માટે ગુમાવવાની નોબત આવી પડી છે.
-રાજકોટનો હોનહાર વિદ્યાર્થી ડ્રગ્સના રવાડે ચડ્યો અને કારકિર્દી રગદોળાઇ
-પૈસા માટે હિંસક બની મા-બાપને માર મારતો હતો
-સમાજ સુરક્ષા અધિકારીઓએ મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો
- રેસ્ક્યૂ માટે ગયેલી ટીમ પર યુવાને હુમલો કરી પોલીસમેનની આંગળી કાપી ખાધી

સમગ્ર વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સાની વિગત આપતા રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગના અજયભાઇ વાઘેલાએ જણાવ્યું હતું કે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર મોદી સ્કૂલ સામે રહેતા બેંકના નિવૃત્ત મેનેજરનો પુત્ર વિજય(નામ બદલ્યું છે) ભણવામાં ખુબ જ હોંશિયાર હતો. તેણે આગળ અભ્યાસ માટે જયપુર મિકેનિકલ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું હતું પણ કમભાગ્યે ચાર સેમેસ્ટર સુધી ભણેલો વિજય અભ્યાસકાળ દરમિયાન કુસંગતના કારણે ડ્રગ્સ એડિકટ થઇ ગયો. ડિપ્રેશનમાં આવે ત્યારે અધવચ્ચે અભ્યાસ છોડી રાજકોટ આવી જતો હતો અને રાજકોટમાં અવારનવાર કેસરી હિન્દી પુલ નીચે ડ્રગ્સનો નશો કરવા પહોંચી જતો હતો.
ડ્રગ્સના નશાની ચુંગાલમાં બૂરી રીતે ફસાયેલો વિજય ઘરમાંથી પૈસા મેળવવા મા-બાપ પર હિંસક હુમલા કરવા માંડતા અંતે તેના પિતાએ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓને રજૂઆત કરી હતી જેને પગલે વિજયને મેન્ટલ હેલ્થ એકટ મુજબ સારવારમાં લઇ જવા માટે સમાજ સુરક્ષા અધિકારીઓનો કાફલો ચાર દિવસ પહેલા ગાંધીગ્રામ પોલીસના સ્ટાફને સાથે રાખી વિજયને લેવા તેના ઘર પર પહોંચ્યા હતા.
આ અંગેની વધુ વિગતો વાંચવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...