તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટમાં મનપાની મોબાઇલ કોર્ટે દંડ વસૂલતા વેપારીઓ વિફર્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ: રાજકોટના રાજમાર્ગો પર ગંદકી કરતા શખ્સોને સ્થળ પર જ દંડવા માટે મનપાએ શરૂ કરેલી મોબાઇલ કોર્ટે તેની કામગીરી શરૂ કરી દીધી છે. દરમિયાન ગુરુવારે સાંજે મવડી નજીક રાધે હોટેલ ચોક પાસે વેપારીઓ વિફર્યા હતા. દુકાન પાસે સફાઇ હોવા છતાં ખોટી રીતે દંડ વસૂલવામાં આવતો હોવાના આક્ષેપ સાથે વેપારીઓનું ટોળું એકઠું થઇ જતા પોલીસ દોડાવવી પડી હતી.
અમુક દુકાન પાસે સફાઇ હોવા છતાં વેપારીઓને દંડની પહોંચ પકડાવી દીધાનો આક્ષેપ

શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ પર મવડી ચોકડીથી આગળ આવેલી રાધે હોટેલ પાસે ગુરુવારે સાંજે મોબાઇલ કોર્ટ અને મનપાના સેનેટરી વિભાગનો સ્ટાફ ચેકિંગ માટે ગયો હતો. આ વિસ્તારમાં 100થી વધુ વેપારીઓ પાસેથી ગંદકી કરવા બદલ દંડ વસૂલાયો હતો. તેમાંથી અમુક વેપારીઓએ એવો આક્ષેપ કર્યો હતો કે, કોઇપણ પ્રકારની ગંદકી દુકાન પાસે ન હોવા છતાં દંડની પહોંચ પકડાવી દેવામાં આવી હતી. મોબાઇલ કોર્ટની અંદર રહેલા ન્યાયાધીશ સમક્ષ પણ વેપારીઓએ આ ફરિયાદ કરી હતી. આ મામલે વેપારીઓનું ટોળું એકઠું થઇ ગયું હતું. વાતાવરણ તંગ બની જતા પોલીસને દોડાવવી પડી હતી. બાદમાં વેપારીઓ સાથે સ્થળ પર જ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગરના સાંસદ ફતેપરા ત્યાંથી પસાર થતાં ટોળાંએ ઘેરી લીધા

વેપારીઓનું ટોળું એકઠું થયેલું હતું બરોબર એ જ સમયે સુરેન્દ્રનગરના સાંસદ દેવજીભાઇ ફતેપરા ત્યાંથી પસાર થયા હતા. ગુજરાત એમ.પી. એવી નેઇમ પ્લેટ કારમાં જોઇને ટોળાંએ તેમને ઘેરી લીધા હતા. બાદમાં તેમના સમક્ષ પણ ઉગ્ર ફરિયાદ કરી હતી.

કોર્પોરેટરે અધિકારીને તતડાવ્યાં

આ વિસ્તારના કોર્પોરેટર વિજય વાંક તેમજ સંજય અજુડિયા સ્થળ પર દોડી આવ્યા હતા. બાદમાં મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના અધિકારી નિલેષ પરમારને ફોન કરીને બિન સંસદીય શબ્દોની તડાફડી બોલાવી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો