તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ: ઇન્દ્રનીલ સામે શરતભંગની કલેક્ટરને દરખાસ્ત કરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ: કાલાવડ રોડ પર સંજયરાજ એસ્ટેટમાં આવેલા મુંજકા સરવે નંબર 14-15માં આવેલા છ સોસાયટીના અંદાજે 7742 ચો.મી.ના કોમન પ્લોટમાં ધારાસભ્ય રાજ્યગુરુએ પેશકદમી કર્યાની અને તેનો કોમર્શિયલ ઉપયોગ કરાતો હોવાના મુદ્દે શુક્રવારે વિસ્તારવાસીઓએ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠ‌વ્યું હતું અને તેના પગલે તંત્રે શનિવારે સંજયરાજ એસ્ટેટ ખાતે ધસી જઇ તપાસ હાથ ધરી હતી અને હવે ઇન્દ્રનીલ રાજ્યગુરુ સામે શરતભંગની કાર્યવાહી કરવા કલેક્ટરને રિપોર્ટ કરવાની તજવીજ હાથ ધરી છે.

સંજયરાજ એસ્ટેટમાં કોમન પ્લોટમાં દબાણના મુદ્દે અધિકારી તપાસાર્થે પહોંચ્યા

તાલુકા મામલતદાર પંકજ વલવઇએ જણાવ્યું હતું કે, મુંજકા સરવે નંબર 14-15માં આવેલા કોમન પ્લોટમાં દબાણના મુદ્દે વિસ્તારવાસીઓની ફરિયાદના પગલે સર્કલ ઓફિસર આર.એન.પટેલ અને તલાટી-મંત્રી ગોસ્વામીને સાથે રાખી તપાસ હાથ ધરી હતી અને સોસાયટીના રહીશોના જવાબ લેવામાં આવ્યા હતા. જેમાં તમામ રહીશોએ ધારાસભ્ય રાજ્યગુરુ કોમન પ્લોટનો કોમર્શિયલ ઉપયોગ કરતા હોવાનો જવાબ આપ્યો હતો અને આધાર-પુરાવાઓ રજૂ કર્યા હતા. અને સોસાયટીના રહીશોના જવાબનું પંચ રોજકામ કરાવવામાં આવ્યું હતું.

અધિકારીઓની તપાસમાં કોમન પ્લોટનો કોમર્શિયલ ઉપયોગ કરાતો હોવાનું ખુલ્યું

આથી કોમન પ્લોટનો કેવી રીતે કોમર્શિયલ ઉપયોગ કરી શકાય, તે મુદ્દે ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ સામે શરતભંગની જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડેને દરખાસ્ત કરાશે. જ્યારે રૈયા સરવે નંબર 21ની 2 હેક્ટર સરકારી ખરાબાની જમીનમાં પેશકદમીના મુદ્દે પશ્વિમ મામલતદારને તપાસ સોંપવામાં આવી છે. આ અંગેની કાર્યવાહી બુધવારે હાથ ધરાશે.

કોમન પ્લોટમાં દારૂ પીવાતો હોય તો જનતા રેડ કરાય’ને, આક્ષેપો ખોટા

ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોમન પ્લોટમાં વોલીબોલ રમતા લોકો દારૂ પીતા હોય તેવો આક્ષેપ કર્યો છે તે સદંતર ખોટો છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુ અવાર-નવાર ફરિયાદ સંકલનના કાર્યક્રમમાં પોલીસને દારૂના ધંધાર્થીઓના નામ-સરનામા આપવાની અને જનતા રેડની વાતો કરતા હોય છે તો કોમન પ્લોટમાં દારૂની મહેફિલ યોજાતી હોય તો જનતા રેડ કરાય’ને. આ આક્ષેપો તદ્દન ખોટા છે. કોમન પ્લોટનો કબજો પડાવી લઇ ઇન્દ્રનીલે બાંકડા તોડી પાડ્યા છે. તેમજ વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું છે ત્યારે તેમની સામે કાયદાકીય કાર્યવાહી થ‌વી જોઇએ. - દડુભાઇ ખાચર, રહેવાસી, પ્રશીલ પાર્ક
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો