તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ: CMના આગમનને પગલે પાસના કાર્યકરો પર પોલીસની બાજ નજર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના રવિવારે જસદણ અને રાજકોટમાં કાર્યક્રમ હોઇ પાસના કાર્યકરો કાર્યક્રમ સ્થળે કોઇ વિક્ષેપ કરે નહીં તે માટે પોલીસ દ્વારા સઘન તૈયારીઓ શરૂ કરાઇ છે અને પાસના કાર્યકરો પર શનિવારથી જ વોચ ગોઠવી દેવામાં આવી છે. જસદણમાં કાર્યક્રમ સ્થળ પર બે હજાર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. રાજકોટમાં પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

સુરતના સત્કાર સમારંભની ઘટના બાદ તંત્ર વધુ એલર્ટ બન્યું

સુરતમાં અભિવાદન સમારોહમાં પાસના કાર્યકરોએ મચાવેલી ધમાલના ઘેરા પડઘા પડ્યા હતા. સુરતમાં રહી ગયેલી સુરક્ષાની ક્ષતિઓ પર હવે વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને મુખ્યમંત્રીના કાર્યક્રમો જે સ્થળે હોઇ ત્યાં તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ અગાઉથી જ કરવામાં આવી રહી છે. રવિવારે જસદણમાં પટેલ પરિવાર દ્વારા બનેલા અત્યાધુનિક મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલના ઉદ્દઘાટન પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્થિત રહેશે. પાસના કાર્યકરો કાર્યક્રમમાં દેખાવ કરે નહીં તે માટે પોલીસવડા સુદના માર્ગદર્શન હેઠળ 2 હજાર પોલીસ જવાનોને તૈનાત કરાયા છે.

ગણપતિ મહોત્સવમાં અનેક પંડાલોની મુલાકાતે

જસદણના કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી રાજકોટ આવશે અને ગણપતિ મહોત્સવમાં અનેક પંડાલોની મુલાકાત લેશે. પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોતના માર્ગદર્શન હેઠળ 2 ડીસીપી, 5 એસીપી, 21 પીઆઇ સહિત 800થી વધુ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. શહેર પોલીસ કમિશનર ગેહલોતે જણાવ્યું હતું કે, સુરક્ષાને ધ્યાને લઇને કેટલાક લોકો પર પોલીસે વોચ ગોઠવી છે અને કાર્યક્રમ સ્થળે કોઇ વિક્ષેપ પહોંચાડવાનો પ્રયાસ કરશે તો તેની સામે કાનૂની કાર્યવાહી કરાશે.

રાજકોટમાં CMના કાર્યક્રમ

મુખ્યમંત્રી રૂપાણી રવિવારે સાંજે 7.15 કલાકે રાજકોટ પહોંચશે. ત્યારબાદ ન્યુ મહારાષ્ટ્ર મઁંડળ, ચંપકનગર, ત્રિકોણબાગ, શાસ્ત્રીમેદાન, શિવશક્તિ કોલોની, એ. જી. ચોક, બાલમુકુંદ પ્લોટ અને રેસકોર્સમાં ગણેશ પંડાલોમાં હાજરી આપશે. ત્યારબાદ રાત્રિના 10.15 કલાકે ભોજન સમારંભ બાદ ગાંધીનગર જવા રવાના થશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો