ગોંડલઃ પાકા રસ્તા-ભૂગર્ભ ગટરથી સજ્જ જાજરમાન જામવાડી ગામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલઃ વર્તમાન સમયમાં મેગા સિટીની ઝાકમઝોળ, પાકા રસ્તાઓ અને જીવનશૈલી ગ્રામ્ય જીવન શહેર તરફ આકર્ષાઈ રહ્યા છે. ગોંડલ તાલુકાનું જામવાડી એક એવું આદર્શ ગામ છે જે કદાચ લોકોને ફરી ગામ તરફ વાળવા મજબૂર કરી દે તેવું છે. રાજસ્થાન સરકારના પ્રતિનિધિઓ પણ જામવાડી ગામની મુલાકાત લઇ ચૂક્યા છે. કાર્ય પ્રણાલી નિહાળી તેઓ અચંબિત થયા હતા.ગોંડલ શહેરની પશ્ચિમ ભાગોળે પાંચ કિ.મી. દૂર જાજરમાન જામવાડી ગામ આવેલું છે.
નેશનલ હાઇવેથી ગામમાં પ્રવેશતાની સાથે જ આકર્ષક રાજેશ ગેટ આવેલો છે
2500ની વસતી ધરાવતા ગામમાં 100 ટકા પાકા રસ્તા, 100 ટકા ભૂગર્ભગટર, આધુનિક ગ્રામપંચાયત, રોજિંદા પાણી વિતરણ વ્યવસ્થા સાથે સજ્જ છે. ગ્રામપંચાયતના બે ટ્રેક્ટર સવાર સાંજ ગામમાંથી કચરો એકઠો કરી લે છે અને ગામલોકો જ સ્વચ્છતાને પ્રથમ પ્રાધાન્ય આપે છે. નેશનલ હાઇવેથી ગામમાં પ્રવેશતાની સાથે જ આકર્ષક રાજેશ ગેટ આવેલો છે. મુખ્ય બજારમાં અંડર ગ્રાઉન્ડ એલઇડી લાઈટ (36 વોટ)ની ફિટિંગ કરવામાં આવી છે.
ગ્રામપંચાયત દ્વારા ફિલ્ટર પાણીની બોટલ ઘેર ઘેર પહોંચાડવામાં આવે છે

ગ્રામપંચાયત દ્વારા માત્ર રૂ.4માં 25 લિટર ફિલ્ટર પાણીની બોટલ ઘરે ઘરે પહોંચાડવામાં આવે છે. જેનો લાભ 100થી પણ વધારે પરિવારો લે છે. ચોકમાં વૃધ્ધોને બેસવા માટે બાંકડા અને શેરી ગલીઓના નામના બોર્ડ પણ લગાવામાં આવ્યા છે. ગ્રામપંચાયતમાં એસી, ટીવી, કમ્પ્યૂટર, ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ છે, તે ઉપરાંત બે આંગણવાડી, 6 આશાવર્કર, પણ કાર્યરત છે.
અન્ય સમાચારો પણ છે...