તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટઃ પ્રમુખસ્વામીની પ્રેરણા, 9000 કેન્દ્રમાં સત્સંગ સભા શરૂ કરાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટઃ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો જ નહીં સમાજની પ્રત્યેક વ્યક્તિને જીવન જીવવાનો સાચો માર્ગ મળે,વ્યક્તિ સરળ, સહજ બને તેમજ વ્યક્તિ પરિવાર અને સમાજનો શ્રેષ્ઠ વિકાસ થાય તે માટે ગુરુ યોગી જ મહારાજ દ્વારા સત્સંગ સભાનો આરંભ કરવામાં આવ્યો હતો. જેને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામીએ આસમાનની ઊંચાઇએ પહોંચાડી, સમગ્ર વિશ્વના 55 દેશોમાં એક જ દિવસે (રવિવાર) એક જ સમયે (સાંજના 5.30 થી 7.30) 9000 કેન્દ્રમાં સત્સંગ સભા યોજાય છે. જેનો આશરે 10 લાખ ભાવિકો લાભ લે છે.
રાજકોટ સહિતના કેન્દ્રમાં રવિવારે સાંજે 5.30 થી 7.30 સત્સંગ સભા યોજાય છે જેનો 10 લાખ ભાવિકો લાભ મેળવે છે

સત્સંગ સભા હૃદયનું, ભાઇચારાનું, માનવતાનું, બાળકોને સંસ્કાર, યુવા જાગૃતિ, કન્યા કેળવણી, પર્યાવરણ, સ્વચ્છતા સંબંધી જ્ઞાન આપે છે. અંદર પડેલા સંસ્કારોને જાગૃત કરે છે. વ્યસન, આત્મહત્યા, ગૃહકલેશ, દહેજ, છૂટાછેડા જેવા સામાજિક પ્રશ્નો, સમસ્યાઓનો ઉકેલ આપે છે, સમજણ આપે છે. સ્વામિનારાયણ મંદિર કાલાવડ રોડ રાજકોટના સંત નિર્દેશક અપૂર્વમુનિ સ્વામીના જણાવ્યા મુજબ સત્સંગ સભા સમાજશક્તિ, સહનશક્તિ, સેવાશક્તિ, સંયમ શક્તિ અને શ્રધ્ધાશક્તિ એ પાંચ સદ્દગુણોનો સરવાળો છે. પ્રત્યેક પરિસ્થતિને સવળી રીતે લેતાં સત્સંગ સભા શીખવે છે. જેથી સમજશક્તિનો વિકાસ થાય છે. આજનો માનવી પૃથ્વી પર બેઠા બેઠા ચંદ્ર -મંગળની માટીને સમજતો થયો છે, પરંતુ પોતાની પત્ની, બાળકોને સમજી શકતો નથી. સત્સંગ સભાના લીધે સમજશક્તિ કેળવાતા પરિવાર સાથે સહજ સેતુ બંધાય છે. સકારાત્મક અભિગમનો વિકાસ થાય છે.

બીજો સદ્દગુણ છે સહનશક્તિ માનવીની બૌધ્ધિક ક્ષમતા વધી છે,પરંતુ સહનશક્તિ ઘટી છે. મારી સામે કેમ બોલ્યા, મને કેમ બોલ્યા, મારી સાથે જ આવું કેમ બન્યું જેવી બાબતોને લીધે માનવી ન કરવાનું કરી બેસે છે. અપમાન કે અગવડોમાં સ્થિર રાખતી સહનશક્તિ સત્સંગસભાથી આવે છે. ત્રીજો સદ્દગુણ છે સેવાશક્તિ ગમતું ન મળે તો ગુંજે ન ભરીએ ગમતાનો કરીએ ગુલાલ. વર્તમાન સમયની સ્વાર્થી મનોવૃત્તિ વચ્ચે અન્ય માટે ઘસાવાની ભાવના ઘટતી જાય છે ત્યારે પ્રાણીમાત્ર માટે ઘસાવાની ભાવના સત્સંગસભાથી કેળવાય છે. પ્રમુખ સ્વામી કહે છે પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે જ સાચો ધર્મ ચોથો સદ્દગુણ છે. સંયમશક્તિ માનવી પર્વતને તોડી શકે છે.

સમુદ્રના પેટાળમાં હજારો ફૂટ નીચે જઇ શકે છે, પરંતુ પોતાના વ્યસન, દૂષણ સામે લાચાર બની જાય છે. પંચ વિષય (રૂપ, શબ્દ, સ્પર્શ, રસ, ગંધ)ના પ્રલોભનો
સામે અડગ રાખે છે. સંયમશક્તિ પાંચમો અને અંતિમ સદ્દગુણ છે. શ્રધ્ધાશક્તિ મારાથી આ નહીં થાય, હું આ નહીં કરી શકું તેવા અવિશ્વાસથી વ્યક્તિ ભાંગી પડે ત્યારે તેની જાતમાં અને પરમેશ્વરમાં અતૂટ શ્રધ્ધા જગાવવાનું કાર્ય સંત સમાગમ- સત્સંગ સભા કરે છે, પ્રતિ રવિવારે યોજાતી સત્સંગ સભામાં બાળક, યુવાન, પ્રૌઢ,વડીલ સર્વેને કશુ ન કશું મળે તેનું સંતો ખાસ ધ્યાન રાખે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો