તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારતનગરમાં પીપીપી આવાસ યોજનાના લોકાર્પણ પૂર્વે વિરોધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ: શહેરને સ્લમલેસ બનાવવા માટે ખાનગી બિલ્ડરોને સાથે રાખી શરૂ થયેલી પીપીપી યોજના અંતર્ગત મવડીના ભારતનગરમાં પાયલોટ પ્રોજેક્ટનું કામ પૂર્ણ થઈ જતાં તા.14ના રોજ સાંસદ મોહનભાઈ કુંડારિયાના હસ્તે ફેઝ-1નું લોકાર્પણ થશે અને એ સાથે જ ફેઝ-2નું કામ શરૂ થશે. પરંતુ, તે કામ શરૂ થાય તે પહેલા ભારતનગરના રહેવાસીઓનો ભારે વિરોધ ઉઠ્યો છે. રહેવાસીઓએ સોમવારે મનપાની સેન્ટ્રલ ઝોનની કચેરીએ જઈ જો ચોમાસા દરમિયાન ઝુંપડાંઓનું િડમોલિશન કરાશે તો આત્મવિલોપનની ચિમકી આપી વિરોધ નોંધાવ્યો હતો.

પીપીપી આવાસ યોજનાનો પાઇલટ પ્રોજેક્ટ મવડીના ભારતનગરમાં મૂકવામાં આવ્યો હતો. ભારતનગર સ્લમ વસાહતના બે ભાગ કરવામાં આવ્યા હતા. એ પ્લોટમાં જે.પી.ખરેડિયા નામના ડેવલપર્સ સાથે મનપાએ પીપીપીનો વહીવટ કર્યો હતો. 13272 ચો.મી.માં 105 ઝૂંપડાનું દબાણ દૂર કરીને ત્યાં હાઇરાઇઝ આવાસ યોજના બનાવવાની સાથે બાજુમાં જ આવેલા 4732 ચો.મી.ના પ્લોટમાં ભરેલ કબજે જમીન ડેવલપર્સને આપવાની શરતે મનપાએ કરાર કર્યો હતો.

ખાલી જમીન પેટે જે.પી.ખરેડિયાએ પ્રીમિયમ પેટે રૂ.14.21 કરોડનું પ્રીમિયમ આપવાની ઓફર મૂકી હતી. ભારતનગર પાર્ટ-2ના પ્લોટમાં જે ઝૂંપડાં છે તે ખાલી કરાવવા માટે ડેવલપર્સે અલ્ટિમેટમ આપ્યું છે. ચોમાસા દરમિયાન ડિમોલિશન ન કરવું અેવો મનપાનો સૌધ્ધાંતિક નિર્ણય હોવા છતાં ડેવલપર્સે જગ્યા ખાલી કરાવવાની ગતિવિધિ શરૂ કરતાં જ રહેવાસીઓનું ટોળું મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીએ દોડી આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...