તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેશનું એકમાત્ર રાજકોટ કોમોડિટી એક્સચેન્જ હવે બંધ થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટઃ સમગ્ર દેશમાં એક માત્ર રાજકોટ કોમોડિટી એક્સચેન્જમાં એરંડા વાયદાનું કામકાજ થઇ રહ્યું છે. જે સેબીના આકરા નિયમોનું પાલન નહીં કરી શકવાના કારણે બંધ થવાની સંભાવના છે. સેબીએ નિયમોનું પાલન કરવા આપેલી મુદતનો 28 સપ્ટેમ્બરે અંતિમ દિવસ છે.
બે વર્ષની મુદતનો આજે છેલ્લો દિવસ, સેબીના નિયમોનો અમલ કરવો મુશ્કેલ

વર્ષ 2014-2015ના કેન્દ્ર સરકારના બજેટમાં નાણામંત્રી અરૂણ જેટલીએ રિજિયોનલ કોમોડિટી એક્સચેન્જને સેબીમાં મર્જ કરવાનું જાહેર કર્યું હતું. સેબીના નિયમ મુજબ રિજિયોનલ કોમોડિટીએ રૂ.100 કરોડની કેપિટલ ઊભી કરવી આવશ્યક છે, ઉપરાંત તમામ સોદા ઓનલાઇન કરવા, સભ્યો પાસેથી વાર્ષિક રૂ.50 હજાર ફીની વસૂલાત કરવી સહિતના આકરા નિયમો છે.

રાજકોટ કોમોડિટી એક્સચેન્જના એક્ઝિકયૂટિવ ડાયરેક્ટર પી.બી. પાઠકે જણાવ્યું હતું કે, સેબીના નિયમોનું પાલન કરવું મુશ્કેલ છે. આમ છતાં અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે શક્ય હોય તેટલા નિયમોનું પાલન કરી એક્સચેન્જ ચાલુ રાખીએ. હાલ સેબીએ 28 સપ્ટેમ્બર અંતિમ મુદત રાખી છે, પરંતુ સેબીએ એરંડાના કામકાજ બંધ કરવા કોઇ લેખિતમાં આદેશ આપ્યો નથી.
વાયદો બંધ થાય તો ખેડૂતોને ઓછો ભાવ મળે
સમગ્ર દેશમાં રાજકોટ કોમોડિટી એક્સચેન્જમાં જ એરંડા વાયદાનો સોદો થાય છે. દૈનિક 12-15 કરોડનું ટર્નઓવર છે. ખરીફ સિઝનમાં 8.50 લાખ હેક્ટરમાં એરંડાનું વાવેતર થયું છે. વાયદાથી ખેડૂતોને એરંડાના સારા ભાવ મળી રહ્યા છે. જો વાયદો બંધ થશે તો ખેડૂતોને નુકસાન થશે.

સરકારમાં રજૂઆત કરતા પોઝિટિવ પ્રત્યુત્તર મળ્યો
સેબીના નિયમો મુજબ રાજકોટ કોમોડિટી એક્સચેન્જ ચલાવવું મુશ્કેલ છે. આ અંગે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે અને તેમણે કેન્દ્રમાં રજૂઅાત કરી યોગ્ય કરવાની ખાતરી આપી છે. સેબીના નિયંત્રણો હળવા કરવા માટે હાલ પ્રયાસ થઇ રહ્યો છે. - રાજુભાઇ પોબારૂ, ચેરમેન રાજકોટ કોમોડિટી એક્સચેન્જ
અન્ય સમાચારો પણ છે...