તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેટોડા અને શાપરના મજૂરોની હાલત કફોડીઃકોઇ વતનની વાટે,ક્યાંક કલાકો ઘટ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટઃ રૂ.500 અને 1000ની નોટ રદ કરવાના નિર્ણયનો લાંબાગાળે જે ફાયદો મળવાનો હોય તે પણ અત્યારે તો વેપાર-ઉદ્યોગને મંદી ઘેરી વળી છે. એકતરફ રાજકોટની બજારો સૂમસામ પડી છે. તો બીજી તરફ ઔદ્યોગિક વિસ્તારોમાં પણ સન્નાટો છે. કારીગરો અને શ્રમિકો બેકાર બની રહ્યા છે.

મેટોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નોકરી કરતા નેપાળી શ્રમિકો પૈકીના 10,000 શ્રમિકો નોકરી છોડીને નેપાળ ચાલ્યા ગયા છે. એ જ રીતે સોનીબજારના 15,000 કારીગરો કામ ન મળવાને કારણે પોતાના વતન બંગાળ ચાલ્યા ગયા છે. કારખાનાઓનું ઉત્પાદન ઘટી ગયું છે. પરિણામે કામની કલાકો અને શિફ્ટ ઘટાડવી પડે છે. જેની સીધી અસર એ કારખાનામાં કામ કરતા શ્રમિકોની આવક પર પડે છે. એકંદરે શ્રમિક હોય કે કારખાનેદાર, કારીગર હોય કે વેપારી બધાની હાલત અત્યારે કફોડી બની છે.
કાસ્ટિંગ ઉદ્યોગમાં બે મહિનાનું વેકેશન જાહેર કરી દેવું પડ્યું

મેટોડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની એક્સપોર્ટ કમિટીના સભ્ય પાર્થ ગણાતરાએ વર્તમાન સ્થિતિનો ચિતાર આપતા જણાવ્યું હતંુ કે નાણાના અભાવે ખેતરોમાં વાવેતર અટક્યા છે. અને પરિણામે ખેતી કામમાં ઉપયોગમાં લેવાતા સાધનો બનાવતાં કારખાનામાં કામ ઠપ્પ થઇ ગયા છે. કારખાનાઓને દૈનિક વ્યવહાર ચલાવવા જંગી કેશની જરૂર પડે છે.

જે અત્યારે ઉપલબ્ધ નથી. બીજી તરફ ખેડૂતો પાસે પણ પૈસા નથી ત્યારે પમ્પ, સબમર્શીબલ, ઇરિગેશન પાઇપ, ટ્રેક્ટર પાર્ટ્સ વગેરેનું ઉત્પાદન મહદઅંશે બંધ થઇ ગયું છે. મેટોડામાં 30 હજાર નેપાળી શ્રમિકો કામ કરે છે. તેમાંથી મોટાભાગના પાસે બેંક એકાઉન્ટ નથી. આ શ્રમિકો પોતાના પૈસા વતનમાં પરિવારો માટે મોકલી શકતા નથી અને તેને કારણે 10 હજાર શ્રમિકોએ અત્યાર સુધીમાં વતનની વાટ પકડી લીધી છે. અને જો આ જ સ્થિતિ ચાલુ રહી તો બીજા શ્રમિકો પણ નોકરી છોડી જતા રહેશે.
આગળ વાંચો, કામના કલાક ઘટના આવકને અસર
અન્ય સમાચારો પણ છે...