તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્યમાં મેઘમહેર: ટંકારામાં 3 કલાકમાં 12 ઇંચ વરસાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટંકારા: રાજ્યમાં શુક્રવારે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 2થી 10 ઈંચ સુધીનો વરસાદ પડતાં ચારેકોર પાણી-પાણી થઈ ગયું હતું.  ટંકારામાં બારેમેઘ ખાંગા થતાં 5 કલાકમાં 16 ઈંચ સહિત કુલ 17 ઈંચ વરસાદ નોંધાતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું. હજુ ગયા અઠવાડીયાની તારાજીમાંથી ટંકારા બેઠું જ થયું છે ત્યાં શુક્રવારે ફરી મેઘમહેર થઈ હતી અને પાંચ કલાકમાં જ 16 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે અને હાલ વરસાદ ચાલુ જ છે. 
 
16 ઇંચ વરસાદને પગલે ટંકારા જળબંબોળ
 
ટંકારામા મેઘરાજા આ વખતે તોફાની મુડમા  પોતાનો અસલ મિજાજનો પરચો બતાવવાનુ નક્કી કર્યું હોય એમ માત્ર સાડા પાંચ કલાકમા 16 ઈંચ વરસાદ ખાબકયો હતો. હજુ બે અઠવાડીયા પહેલા દે ધનાધન કરીને 11 ઈંચ ખાબકીને પંથકમા તારાજી સર્જી હતી. અને વરસાદમા ખુવાર થયેલા જનજીવન માંડ થાળે પડતું હતું ત્યાં ફરી મેઘરાજાએ અસલ મિજાજ તોફાની પવન સાથે 16 ઈંચ જેટલો વરસાદ પડતા લોકોમા ભારે ભયનુ લખલખુ પ્રસરી ગયુ છે. જોકે, તંત્રે આગોતરા એલર્ટ થઈને નિચાણવાળા વિસ્તારમા વસતા 120 પરીવારોને અગમચેતી રૂપે સલામત સ્થળે ખસેડીને ભોજનની પણ વ્યવસ્થા કરી હતી. 
 
ટંકારા પંથકમા સવારથી મેઘાવી આડંબર સર્જાયુ
 
ટંકારા પંથકમા સવારથી મેઘાવી આડંબર સર્જાયું હતું. પરંતુ દિવસ દરમિયાન શાંત રહેલા વરૂણદેવ સાંજના પાંચેક વાગ્યા બાદ અસલ મિજાજમા આવ્યા હતા. અને માત્ર સાડા સાડા પાંચ કલાકમા 16 ઈંચ વરસી ગયો હતો. શુક્રવારે સવારથી ધીમી ધારે મેઘ સવારી ચાલુ રહ્યા બાદ સાંજના પાંચ વાગ્યાથી ઓચિંતા અસલ રંગમા આવી જઈને વાદળ ફાટ્યું હોય તેમ માત્ર સાડા પાંચ કલાકમા 16 ઈંચ મુશળધાર પડ્યો હતો.
 
તંત્રે આગોતરા અગમચેતી વાપરીને નિચાણવાળા વિસ્તારમા વસતા લક્ષ્મિનારાયણ સોસાયટી પછવાડે તથા સબસ્ટેશન પાછળના લગભગ ૫૨ પરીવારો ને તમામને મામલતદાર બળવંત પટેલ,ના.મા.યોગેશ ગોસ્વામી, પંકજ ગંભીર, વિક્રમ ખુંગલા, નિશાંત કુગશીયા સહિતનાઍ વાહન વ્યવસ્થા કરી દઈને જાતે કામે વળગીને શહેરની બહાર જામનગર હાઈવે ઉપર કલ્યાણપરગામ નજીક આવેલા આશ્રમમા સલામત સ્થળે ખસેડયા હતા.અને ભોજનની વ્યવસ્થા કરી હતી.
 
ટંકારામાં 120 પરિવારનું સ્થળાંતર 
 
ટંકારા તાલુકામાં નીચાણવાળા વિસ્તારોમાંથી 70 પરિવારનુ સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. તેમ કલેક્ટર આઇ. કે. પટેલે જણાવ્યું હતું. મોડીરાત સુધી 120 પરિવારના સ્થળાંતર કરાયા હતા. તેમણે જણાવ્યું કે ગત તા. 1ના રોજ જે વિસ્તારમાં પાણી ભરાયા હતા, ત્યાં આ વરસાદમાં પાણી ભરાવાની પૂરી શક્યતા હોવાના કારણે આ લોકોને અત્યારથી જ સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. એક નાયબ કલેક્ટર અને એક નાયબ જિલ્લા વિકાસ અધિકારીને ટંકારની સ્થિતિનું નિરીક્ષણ  કરવા રવાના કરી દેવામાં આવ્યા છે. પટેલે કહ્યું કે રાજકોટની નેશનલ ડિઝાસ્ટર રિસપોન્સ ફોર્સની ટીમોને પણ  ટંકારા બોલાવી લેવામાં આવી છે. આ ઉપરાંત ફાયરબ્રિગેડને પણ સાબદા કરી દેવામાં આવ્યા છે. ડેમી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે, નીચાળવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવધ કરવામાં આવ્યા છે.
 
અઠવાડિયા પહેલા વરસેલા વરસાદમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા
 
હજુ બે અઠવાડીયા પહેલા પાંચ કલાકમા પડેલા 16 ઈંચ મુશળધાર વરસાદથી નિચાણવાળા વિસ્તારોમા ઘરમા પાણી ઘૂસ્યા હતા. ખેતરો ધોવાયા હતા.અને પંથકમા તબાહી સર્જાયા પછી માંડ જનજીવન થાળે પડી રહ્યુ હતુ ત્યા ફરી એકવાર મેઘરાજાએ ફાંકડી ઈનિગ્સ ખેલ ખેલતા લોકોના જીવ તાળવે ચોટ્યા હતા. હજુ પણ આ લખાય છે ત્યારે મેઘરાજાની અવિરત મેઘસવારી ચાલુ છે.જીલા કલેકટર આઈ.કે.પટેલે પરિસ્થિતી પામીને જીલાના તમામ અધિકારીઓને તાકિદની સુચના આપી સ્ટેન્ડ બાય રહેવા સુચના આપી દીધી છે. મોડીરાત્રે વરસાદ યથાવત રહેવા પામ્યો હતો. 

આગળની સ્લાઇડ્સમાં વાંચોઃ તીથવાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં , નીચાણવાળા ગામડાને સાવચેત કરવામાં આવ્યા .... (તસવીરો: રવિ નિમાવત, મોરબી)
અન્ય સમાચારો પણ છે...