તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગણપતિબાપાની જેમ રાજકોટની જનતા પણ બની વિઘ્નહર્તા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ: રાજકોટની જનતા માટે એવું કેહવાય છે કે માથા પર આભ પણ તૂટી પડે ને તો પણ રાજકોટ બે વાત માટે ક્યારે પણ નમતું જોખતું નથી, એક બપોરની ઊંઘ અને તહેવારોની ઉજવણી, પછી એ કાળમુખો સ્વાઇન ફલૂ જ કેમ ના હોય. અાપણે સૌ જાણીએ જ છીએ કે દરરોજ હજારો લોકોના સ્વાઇન ફ્લૂના ટેસ્ટ પોઝિટિવ આવે છે, કેમ આવા તહેવારોના માહોલમાં લોકો ઘણીવાર પોતાની જ તકેદારી રાખવાનું જ ભૂલી જાય  છે, એ માટે જ 94.3  MY FM આપની તકેદારી રાખવા કાયમ ખડે પગે હાજર રહે છે.

 94.3 MY FMની ટીમ લોકોને માસ્ક પહેરવા તો અપીલ કરે જ છે ને સાથે-સાથે એ પણ અનુરોધ કરે છે સ્વાઇન ફલૂ ચેપી રોગ હોઈ, પોતાના પરિવારજનો સાથે પણ માસ્કની અદલાબદલી કરવી નહીં, સૌ પોતપોતાનું વ્યક્તિગત માસ્ક સાચવી પેહરે.

94.3 MY FM સમગ્ર રાજકોટનો આ મુહિમમાં જોડાવા બદલ આભાર માને છે અને જો આપ પણ ઇચ્છતા હોય કે 94.3 MY FMની ટીમ આપના ગણપતિ પંડાલ પહોંચે, તો આજે જ રજિસ્ટર કરાવો, લખો તમારું પૂરું નામ અને સાથે લખો ‘માસ્ક લગા કે મોરિયા’ અને 9019943943 પર વોટ્સએપ કરી આપો.
અન્ય સમાચારો પણ છે...