રાજકોટ: શહેરના બોલબાલા માર્ગ પરની ઝૂંપડપટ્ટીમાં રહેતી તરુણીનું અપહરણ કરી લઇ ગયા બાદ 21 વર્ષના શખ્સે દુષ્કર્મ આચર્યાનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર જાગી છે. પોલીસે હવસખોરની ધરપકડ કરી હતી.
આ ઝૂંપડપટ્ટીમાંથી ત્રણ દિવસ પહેલા 12 વર્ષની તરુણી ગુમ થઇ ગયાની તરુણીના પિતા ગોરધનભાઇ થાવરાભાઇ બીલવાળ નામના યુવાને ભક્તિનગર પોલીસમાં નોંધ કરાવી હતી. પોલીસ તપાસ દરમિયાન તરુણીને મૂળ દાહોદનો અને હાલ રાજકોટમાં રહી મજૂરી કરતો વિજય શંકર સંઘોર નામનો 21 વર્ષનો શખ્સ ટ્રેક્ટરમાં બેસાડીને જતો જોયાનું બહાર આવ્યું હતુ. જેથી પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી વિજયને દબોચી લીધો હતો. પૂછપરછમાં તેણે તરુણીનું અપહરણ કર્યા બાદ તેની ઓરડીએ લઇ ગયો હતો. જ્યાં તેણે તરુણી પર દુષ્કર્મ આચર્યાની કેફિયત આપતાં પીઆઇ વી.કે.ગઢવી સહિતનાં સ્ટાફે બાળકોને રક્ષણ આપતા કાયદા હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.