જેતપુરના પાસના પૂર્વ કન્વીનર પર 6 શખ્સનો પાઇપથી હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેતપુર: હાર્દિક પટેલ જેતપુરના દેવકીગાલોળ ગામે 21 ફેબ્રુઆરીએ ભોજાબાપાના દર્શન માટે આવ્યો હતો ત્યારે જેતપુરમાં તેનો વિરોધ કરવામાં આવ્યા હતો. ત્યારે સમર્થકો ધોકા અને પાઇપ સાથે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને તોડફોડ કરી હતી. જેમાં જેતપુર તાલુકા પાસના પૂર્વ કન્વીનર અમિત કેશવભાઇ ભૂવા હોય  ગઇકાલે સાંજે જેતપુરમાં તેના પર અજાણ્યા શખ્સોએ પાઇપથી હુમલો કર્યો હતો. તેમજ તેની કારમાં તોડફોડ કરી ધમકી આપી હતી કે, હાર્દિકનો વિરોધ કરીશ તો જીવતો નહીં છોડીએ. આ અંગેની ફરિયાદ જેતપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. 
 
ત્રણ બાઇકમાં છ અજાણ્યા શખ્સો આવ્યા હતા, અમિતને હાથમાં ઇજા પહોંચી હતી
 
જેતપુર તાલુકા પાસના પૂર્વ કન્વીનર અમિત કેશવભાઈ ભુવા ગઇકાલે સાંજના સમયે પોતાની મોટરકાર લઈને જેતપુર શહેરની હોટેલ ઉત્સવ  પાસે ઊભા હતા.  ત્યારે ત્યાં ત્રણ બાઇક પર 6 જેટલા શખ્સ આવી પોતાના હાથમાં રહેલા લોખંડના પાઇપ ધોકા વડે હુમલો કરતા અમિતભાઈને હાથમાં ઇજા પહોંચી હતી. આટલાથી ન અટકતા હુમલાખોરો દ્વારા અમિતભાઈની કાર xuv  GJ 1 KR 4007માં પણ તોડફોડ કરીને જણાવ્યું હતું કે, તે 21 તારીખે હાર્દિક પટેલ દેવકી ગાલોલ ગામે જતો હતો ત્યારે શું કામ તેનો વિરોધ કરેલો અને હવે ક્યારેય વિરોધ કરીશ તો જીવતો નહીં છોડીએ. આવી ધમકી આપી અને જતા રહ્યા હોવાની અમિતભાઈએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તમામ અજાણ્યા શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો... (તસવીરો: હિતેષ સાવલીયા, જેતપુર)
અન્ય સમાચારો પણ છે...