રાજકોટમાં ઉહાપોહ થતાં જેટ એરવેઝે મુંબઇનું ભાડું ઘટાડ્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- જેટ એરવેઝે 10 જુલાઇએ બપોરે એકાએક કોઇપણ જાતની જાહેરાત વગર ભાડું વધાર્યું
- જેટ એરવેઝે ભાડું વધારી તમામ સ્કીમ રદ કરી નાખી હતી
રાજકોટ: રાજકોટ-મુંબઇ વચ્ચે દરરોજની ચાર ફ્લાઇટ ઉડાડતી જેટ એરવેઝ કંપનીએ તહેવાર વેળાએ કોઇપણ જાહેરાત વગર ઉતારૂઓ પાસેથી ઉઘાડી લૂંટ શરૂ કરી દેતા દેકારો બોલી ગયો છે. કંપનીએ 10 જુલાઇથી રાજકોટ-મુંબઇ વચ્ચેનું ભાડું ફિક્સ રૂ.7 હજાર કરી નાખ્યું હતું. બાદમાં ઉહાપોહ થતાં જેટ એરવેઝે બુધવારથી ભાડામાં ઘટાડો કર્યાની જાહેરાત કરી છે. જેટ એરવેઝ કંપની દ્વારા અન્ય વિમાની કંપનીઓની સાથોસાથ સસ્તા ભાડાની સ્કીમ બહાર પાડી હતી અને એકાએક 10 જુલાઇના રોજ રાજકોટથી મુંબઇ જતી વિમાની સેવાઓને આ સ્કીમમાંથી બાદ કરી નાખવામાં આવી હતી. આટલું ઓછું હોય તેમ રાજકોટ-મુંબઇ ફ્લાઇટનું ભાડું વધારીને રૂ.7000 કરી નખાયું હતું અને ઓક્ટોબર સુધી ફ્લાઇટનું ફિક્સ ભાડું રૂ.7000 રહેશે તેવી જાહેરાત કરી હતી.
જેથી એજન્સીના સંચાલકોમાં દેકારો બોલી ગયો હતો અને આ મુદ્દે વિરોધ નોંધાવાયો હતો, બાદમાં વિરોધ વધતાં ભાડામાં ઘટાડો કરવાની કંપનીને ફરજ પડી છે. જેટ એરવેઝના રાજકોટના સેલ્સ વિભાગના હેડ ચિરાગભાઇ ચુડાસમાએ જણાવ્યું હતું કે, વેધર અને ટેક્નિકલ કારણોસર તથા બ્રેકઇવન સુધી પહોંચવા માટે ભાડામાં વધારો કરાયો હતો. જેના સંદર્ભે વડી કચેરીને અમારો રિપોર્ટ મોકલાયા બાદ બુધવારથી ભાડું રૂ.7000થી ઘટાડીને રૂ.5800 કરી દેવામાં આવ્યું છે.
- ફ્લાઇટ અઠવાડિયું ખાલી જાય તો ભાડા ઘટાડવા વિચારીએ
કોઇપણ જાતની આગોતરી જાણ વગર ફ્લાઇટના ભાડામાં અચાનક વધારો થતા રાજકોટની નિક્કી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક અમિતભાઇએ જેટ એરવેઝના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરતા તેઓએ એવો જવાબ આપ્યો હતો કે, અઠવાડિયું ફ્લાઇટ ખાલી જાય તો ભાડાં ઘટાડવા વિચાર કરીએ.
વધુ વાંચવા માટે આગળની સ્લાઈડ્સ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...