ગોંડલમાં જયરાજસિંહને પ્રવેશવા નહીં દેવા અંગેની કૉંગ્રેસની અરજી હાઇકોર્ટમાં ખારિજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ: ગોંડલ કૉંગ્રેસી ઉમેદવાર અર્જુનભાઈ ખાટરિયા દ્વારા ચૂંટણી વેળાએ જયરાજસિંહ જાડેજાને ગુજરાતમાં પ્રવેશ નહીં આપવા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અંગે કોંગ્રેસના આગેવાન જેન્તીભાઈ લીંબાણીએ જણાવ્યું હતું કે, કોર્ટ દ્વારા જણાવાયું છે કે જયરાજસિંહ જાડેજા પોલીસ બંદોબસ્ત વચ્ચે રહેશે અને ચૂંટણી પ્રચાર પણ નહીં કરી શકે.


હાઇ પ્રોફાઇલ બનેલ ગોંડલની બેઠક ઉપર પહેલેથી જ સમગ્ર ગુજરાતની નજર છે ત્યારે ઉમેદવારો વચ્ચે સામસામે કાનૂની દાવ પેચ ખેલાય રહ્યા છે જેના કારણે આ સીટ ઉપર ચૂંટણીનો ગરમાવો આવવા પામ્યો છે. નોંધનીય છે કે, ગત ચૂંટણીમાં જયરાજસિંહ જાડેજા જીપીપીના ઉમેદવાર ગોરધન ઝડફિયા સામે જંગી બહુમતિથી વિજયી થયા હતા. આ વખતે કાનૂની કારણોસર તેમને ટિકિટ આપી શકાઇ ન હોવાથી તેમના પત્ની ગીતાબાને ભાજપ તરફથી ટિકિટ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...