તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આઈટીનું માળખું લાંચનું પ્રવેશદ્વાર સમાન, સર્વેમાં કાળુનાણું જાહેર કરવુ઼ ફરજિયાત નથી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટઃ દેશમાં કાળુનાણું જાહેર કરવાની યોજના કેન્દ્ર સરકારે જાહેર કરી છે, પરંતુ આ યોજનાનો અમલની જે કચેરીને જવાબદારી છે તે કચેરીનું માળખું જ લાંચના પ્રવેદ્વાર સમાન છે. આઇટી એક્ટમાં સરકારે સમયાંતરે અનેક ફેરફાર કર્યા પરંતુ જે ફેરફાર થતા તેમાં આઇટી અધિકારીઓને સત્તામાં ખૂબ મોટો વધારો થયો જેથી ભ્રષ્ટાચારનું પ્રમાણ પણ વધ્યું છે. કોઇ પણ સરકારી કચેરીની નોટિસ મળે એટલે લોકો તેની નોંધ પણ લેતા નથી, પરંતુ જ્યારે એક રૂપિયાનું કાળુનાણું ન હોવા છતા માત્ર સ્કુટીની નોટિસ મળે તો લોકો વકીલ, સીએ પાસે દોડી જાય છે. જે ભ્રષ્ટાચારની શરૂઆત કરાવે છે.

બહુ ઓછા ઉદ્યોગપતિઓને ખબર હોય છે કે સર્ચ કે સર્વેમાં કાળુનાણું જાહેર કરવુ઼ ફરજિયાત નથી. સર્વેમાં આઇટી અધિકારીઓ માત્ર જે તે વર્ષના હિસાબોની ચકાસણી કરી શકે છે, જ્યારે સર્ચમાં સાત વર્ષના હિસાબોની ચકાસણી કરવાની સત્તા અધિકારીઓને છે. અધિકારીઓ સર્વે કે સર્ચમાં પોતાના ટાર્ગેટ પૂરા કરવા કાળુનાણું જાહેર કરવા દબાણ કરતા હોય છે. સર્ચ અને સર્વે બાદ રીફંડ લેવામાં અને અપીલના કેસમાં અધિકારીઓ લાંચ લેતા હોય છે. આઇટીમાં અધિકારીઓને 100 ટકાથી 300 ટકા સુધીની પેનલ્ટી વસૂલ કરવાની સત્તા હોવાથી અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ તેનો ‘લાભ’ લેતા હોય છે.

કરદાતાઓની અજ્ઞાનતા ભ્રષ્ટાચારનું મૂળ

આઇટી વિભાગે દેશવ્યાપી નેટવર્ક તૈયાર કર્યું છે, જે અંતર્ગત માટી ખરીદી કરનારના ડેટા કોમ્પ્યુટરમાં અલગ આવે છે. જેના આધારે જે વ્યવાહારો શંકાસ્પદ લાગે તેમને સ્કુટીની નોટિસ મોકલવામાં આવે છે. કોઇપણ વ્યક્તિને આઇટીની નોટિસ મળે એટલે તેમણે મોટો ક્રાઇમ કર્યો હોય તેમ ડરવા લાગે છે. આ ડરનો લાભ લઇ આઇટી અધિકારીઓ કરદાતા સાચા હોય તો પણ તોડ કરે છે. કરદાતાઓએ ડરવાની જરૂર નથી, આઇટીની નોટિસ મળી હોય તેમાં જે પ્રશ્ન કર્યો હોય તેનો જવાબ કરદાતા જાતે આપી શકે છે. - એલ. પી. પટેલ ,સી.એ.
આઇટીમાં દંડ અને સેટલમેન્ટની સત્તા હોવાથી ભ્રષ્ટાચાર વધુ

આવકવેરા વિભાગની કચેરીમાં જે કંઇ પણ કામ હોય તેમાં ઉદ્યોગપતિ કે સામાન્ય માણસ પોતાનું કાળુનાણું છુપાવવા માટે પ્રયાસ કરતો હોય છે. જેથી અધિકારીઓ અને લોકો બન્ને સામેલ હોય છે અને ભ્રષ્ટાચાર બહાર આવતો નથી. આઇટી વિભાગમાં દંડ અને સેટલમેન્ટની સત્તા અધિકારીઓને હોવાથી આ વિભાગમાં મોટો ભ્રષ્ટાચાર છે. કોઇ પણ વ્યક્તિ પાસે આઇટી વિભાગ કે અન્ય સરકારી કચેરી કે સંસ્થામાં લાંચ માગે તો એસીબીના ટોલ ફ્રી નંબર 1064 ઉપર ફરિયાદ કરી શકાય છે. લોકોએ ડરવાની જરૂર નથી, ભ્રષ્ટાચારની નાબૂદી માટે લોકોએ જ જાગૃત થવું પડશે. - એસ.કે. ત્રિવેદી, આસિ. ડાયરેકટર એસીબી રાજકોટ

આ કારણોથી ભ્રષ્ટાચાર વધ્યો
- આઇટી અધિકારીઓને 100-300 ટકા સુધીની પેનલ્ટી વસૂલ કરવાની સત્તા
- અધિકારીઓને સર્વે અને સર્ચમાં જરૂર કરતા વધુ સત્તા
- અપીલના કેસમાં છૂટછાટ આપવાનો અધિકાર
- આઇટીના કાયદાથી લોકો અજાણ
- સાત વર્ષ સુધીના ટ્રાન્જેકસનની તપાસ કરવાની સત્તા
- આઇટી એક્ટમાં કાર્યવાહી કરવાની અને ન કરવાની સત્તા અધિકારીઓને
અનેકગણું કાળુનાણું ઉદ્યોગપતિના કબજામા
કાળુ નાણું બહાર લાવવા કેન્દ્ર સરકારે અનેક યોજનાઓ ઘડી છે. પરંતુ ખરેખર સરકારની ધારણા કરતા અનેકગણું કાળુ નાણું દેશના ઉદ્યોગપતિઓ, વેપારીઓ સહિતનાઓ પાસે છે. અનેક કિસ્સાઓમાં ભ્રષ્ટ અધિકારીઓને નજીવી લાંચ આપીને કરોડો રૂપિયાનું કાળુનાણું છૂપાવવામાં સફળ થાય છે.જો કાળુ નાણું બહાર લાવવું હોય તો સ્પષ્ટ નીતિ જરૂરી હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો