તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ એરપોર્ટ પર વિમાન હાઇજેક, 3 આતંકીને ઝડપાયા, મોકડ્રીલમાં દિલધડક દ્રશ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ: અમરનાથ યાત્રામાં આતંકવાદી હુમલા અને અન્ય આપાતકાલીન સ્થિતિમાં કેવી રીતે બચાવ કામગીરી કરવીને તેને લઈને એક મોકડ્રીલ કરવામાં આવી હતી. રાજકોટ એરપોર્ટ ખાતે 3 આતંકીઓએ વિમાન હાઇજેક કર્યુ હોય તેવી મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં પોલીસના જવાનોએ આ સ્થિતિમાં પ્રવાસીઓને કેવી રીતે બચાવવા અને આંતકીઓનો કેવી રીતે સામનો કરવો તે અંગે પ્રેક્ટિકલ ઓપરેશન હાથ ધર્યું હતું. મોકડ્રીલ દરમિયાન બચાવ કામગીરીના દિલઘડક દ્રશ્યો સર્જાયા હતા. જેમાં 3 આતંકીને ઝડપી પાડવામાં આવ્યા હતા.

ફાયર,108, પોલીસે મોકડ્રીલમાં લીધો ભાગ

એરપોર્ટ યોજાયેલી મોકડ્રીલમાં જાણે આતંકી સાચે જ ઘુસી ગયા હોય તેવા દિલઘડક દ્રશ્યો સર્જાયા હતા. જેમાં  ફાયરબ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ, એરપોર્ટ ઓથોરિટી, એરફોર્સ અને પોલીસ જવાનોએ ભાગ લીધો હતો. એરપોર્ટ કર્મીઓને ઈમરજન્સી સમયે કેવી રીતે તકેદારી રાખવી જોઈએ તેના સૂચનો કર્યા હતા.પોલીસ જવાનોની ટીમ, રેસ્ક્યુ ટીમ અને આગ , હુમલો જેવી અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમયસર ઘટનાને પહોંચી વળાય તે હેતસુર ફાયરબ્રિગેડના જવાનોને પ્રેક્ટિકલ કરી બતાવ્યું હતુ.

તંત્રની સાથે પ્રજાને જાગૃત કરવાનો ઉદ્દેશ 

મોકડ્રીલનું આયોજન કરી તંત્રને તો એલર્ટમાં રાખવામાં આવે છે, પરંતુ તેની સાથોસાથ પ્રજાને પણ જાગૃત કરાય છે. આવી સ્થિતિમાં મોટાભાગે કેવી પરિસ્થિતિનો સામનો કરવા પડતો હોય છે, તે તંત્ર અને પ્રજાને ખબર નથી હોતી. તો સમય આવ્યે શું કરવું તેના માટે પ્રેક્ટિસ કરવામાં આવતી હોય છે શહેરના વિવિધ સ્થળે ભીડભાડવાળી જગ્યાઓ જેવી કે બસ સ્ટેન્ડ,રેલવે સ્ટેશન,મોલ, એરપોર્ટ ખાતે મોકડ્રીલ સમયાંતરે ચાલુ જ હોય છે.

આગળની સ્લાઈડ્સ રાજકોટ એરપોર્ટ ખાતે કરાયેલી મોકડ્રીલની અન્ય તસવીરો (તસવીરો: રવિ ગોંડલિયા, રાજકોટ)
અન્ય સમાચારો પણ છે...