તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં હાર્દિક પટેલની સભાને મંજૂરી ન અપાઇ: ઘર્ષણનાં એંધાણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: શહેરમાં જુદી જુદી બેંકોના એટીએમ મશીન તોડવાના બનાવોનો સિલસિલો ચાલુ રહ્યો છે. ત્યારે મવડી વિસ્તારમાં વધુ એક બેંકના એટીએમ તોડવાનો પ્રયાસ થતાં ચકચાર જાગી છે. જો કે, એટીએમમાં લગાડેલી સાયરન વાગવા લાગતાં તસ્કરને ખાલી હાથે ભાગવું પડ્યું હતું.


 મેઇન રોડ, ઇન્દ્રપ્રસ્થ હોલ પાસેના કોમ્પ્લેકસના પહેલા માળે આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ રૂમમાં ગત મધરાતે તસ્કર ખાબકયો હતો. એટીએમમાં ખાબકેલા તસ્કરે પ્રથમ સીસીટીવી કેમેરાના કેબલ કાપી નાખ્યા હતા. બાદમાં એટીએમ મશીન તોડવાનું શરૂ કરતાંની સાથે જ અહીં લગાડેલી સાયરન ગૂંજવા લાગતાં તસ્કરને ભાગવું પડયું હતું.

 

સાયરન વાગતાની સાથે જ અહીંથી પસાર થતાં લોકો એકઠા થઇ ગયા હતા. બાદમાં માલવિયાનગર પોલીસનો કાફલો તેમજ બેંકના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. બનાવ અંગે જામનગર રોડ, ગાયત્રીધામ-1માં રહેતા બેંક અધિકારી મહેન્દ્રભાઇ પ્રેમજીભાઇ શેઠિયાએ અજાણ્યા શખ્સ સામે એટીએમમાં નુકસાન કરી ચોરી કરવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ નોંધાવી છે. 

અન્ય સમાચારો પણ છે...