તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાર્દિકે પરેશ રાવલને લાફાવાળી કરનાર કરણી સેનાના સભ્યોનું સન્માન કર્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપનો વિરોધ દર્શાવતો હાર્દિક - Divya Bhaskar
ભાજપનો વિરોધ દર્શાવતો હાર્દિક

રાજકોટઃ હાર્દિકની મહાક્રાંતિ સભામાં હાર્દિક પટેલનું ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજ, સોની સમાજ, દલિત સમાજ, ભરવાડ સમાજ, પ્રજાપતિ સમાજ સહિતના સમાજના આગેવાનોએ સન્માન કર્યું હતું. તાજેતરમાં રાજકોટમાં ભાજપના સાંસદ અને કલાકાર પરેશ રાવલે કરેલા વિધાનોથી નારાજ થઇ કરણીસેનાના જે સભ્યોએ લાફાવાળી કરી તે સભ્યોનું હાર્દિક પટેલે સન્માન કર્યું હતું.
 

હાર્દિકની જાહેર સભા મંજૂરી વગર જ યોજાઈ
 
રાજકોટના નાનામવા ચોકમાં હાર્દિક પટેલની મહાક્રાંતિ સભા યોજવા પાસના તુષાર નંદાણીએ 69-રાજકોટના રિટર્નિંગ ઓફિસર પાસે અરજી કરી હતી, જેના અનુસંધાને આર.ઓ. પ્રજ્ઞેશ જાનીએ હાર્દિક પટેલની જાહેરસભાના કારણે આદર્શ આચારસંહિતાનો ભંગ થતો હોય અને લો એન્ડ ઓર્ડરનો પણ પ્રશ્ન થતો હોય સભા યોજવાની અરજી નામંજૂર કરી ફગાવી દીધી હતી.
 

ભાજપને એક વખત પરચો દેખાડવો જરૂરી  છે : હાર્દિ
 
મહાકાન્તિ રેલીમાં હાર્દિક પટેલે ભાજપ સરકારને આડે હાથ લેતાં કહ્યું કે, રાજ્યમાં કોંગ્રેસની સરકાર બની જશે અને પાટીદારોના પ્રશ્નો હલ થશે તેવું નથી, એક વખત શક્તિ દેખાડવી જરૂરી છે. જ્યારે હાર્દિકની સભાનો વિરોધ કરવા નીકળેલા 33 શખ્સની પોલીસે અટકાયત કરી હતી. હાર્દિકે જણાવ્યું કે, ગુજરાતમાં મને એક જગ્યાએ વિકાસ દેખાડો તો આંદોલન બંધ કરી નાખીશ. ખેડૂતો આપઘાત કરે છે. ખેડૂતને કોઇ જાતિ સાથે સરખાવાની જરૂર નથી. ભાજપ બે દાયકાથી સત્તા પર છે. પરંતુ યુવાનો સરકારી ભરતીમાં 200માંથી 180 માર્કસ લાવે તો તેને કોલલેટર મળતો નથી. જે સમાજ હક્ક માગે તેને સરકાર ગોળી અને લાઠી આપે છે. હવે પરિવર્તન માટેનો સમય આવી ગયો છે.
 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો...

અન્ય સમાચારો પણ છે...