તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતી થોડા વેપારી, સંગીતનું ગૌરવ નથી: પ્રફુલ દવે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ: ‘આપણા સંગીતનું આપણને જ ગૌરવ નથી તેનું કારણ એ છે આપણી ગુજરાતી પ્રજા થોડી વેપારી વૃત્તિની છે. એટલે તેના આરાધ્ય દેવી લક્ષ્મી છે સરસ્વતી નથી. બંગાળમાં ટાગોર જેમ થઇ ગયા એજ સ્તરના ગજરાતમાં મેઘાણી થયા. પણ ફરક એટલો ટાગોર વૈશ્વિક સ્તરે છવાયા તેની પાછળ બંગાળની પ્રજા હતી, જ્યારે મેઘાણી પાછળ આનાપાઇનો હિસાબ કરનારી ગુજરાતી પ્રજા છે. ટાગોરને ઝીલનારી પ્રજા બંગાળી હતી. કમનસીબે મેઘાણીભાઇ જેવો કવિ ગુજરાતમાં થયો પણ ઝીલનારા એ ન હતા કે જેને સ્વર અને શબ્દ સાથે લગાવ હોય.’ ગુજરાતી ફિલ્મોના અત્યંત લોકપ્રિય પાશ્વગાયક પ્રફુલ દવેની આ છે વેદના.

ગુજરાતી હિટ ગીતો આપનાર વાગોળે છે ઢોલીવૂડના સંસ્મરણો

રાજકોટમાં ‘દિવ્ય ભાસ્કર’ કાર્યાલયની મુલાકાતે આવેલા પ્રફુલભાઇએ જણાવ્યું હતું કે,‘ગુજરાતી ફિલ્મો સહિત મેં કેટલા ગીતો ગાયા  છે તે મને પણ યાદ નથી.  જોકે મારી સફળતાનો યશ જાય છે મારા શ્રોતાઓને. વિષ્ણુકુમાર વ્યાસ, અરવિંદ પંડ્યા, ઉપેન્દ્ર ત્રિવેદીથી શરૂ કરી મેં નરેશ કનોડિયા બાદ આજની પેઢીના હિતુ કનોડિયા સુધી ગાયુ છે, પણ એક વાત ચોક્કસ કહીશ કે, મેઘાણી ન હોત તો હું પ્રફુલ દવે પણ ન હોત. હડાળાની લાઇબ્રેરીમાં મેઘાણીને વાંચ્યા તેનો ઘણો પ્રભાવ રહ્યો. ’ દામનગર-રંઘોળા વચ્ચે આવેલા વિકળિયા ગામમાં બીએમએસ(ગામડાંના ડોક્ટર) તરીકે નોકરી કરતા કરતા ગુજરાતી ફિલ્મોના ટોચના સિંગર બનનારા પ્રફુલભાઇ કહે છે ‘1976માં પહેલું ગીત મણિયારો ફિલ્મ લાખો ફૂલાણી માટે સુમન કલ્યાણપુર સાથે રેકોર્ડ કર્યું. અવિનાશ ભાઇએ  ગૌરાંગ વ્યાસના સંગીતમાં બે દિવસ બાદ આશા ભોંસલે સાથે એક ગીત રેકોર્ડ કરાવ્યું ને શરૂ થઇ મારી સંગીત સફર.’

મારા પહેલાના ગાયકોની મર્યાદા હતી 

પહેલાના સમયમાં અને આજના સમયના સંગીતમાં શું ફરક છે તેવા સવાલનો જવાબ આપતા પ્રફુલભાઇ કહે છે ‘મારા પહેલાના ગાયકોની કેટલીક મર્યાદા હતી. આજે પણ નવા સારાગાયકો મળતા નથી. સારા ગાયક બનવા માટે  ગ્રાસ્પિંગ અને મેમરીની જરૂર પડે છે. ’ ફિલ્મ રામાયણના .. પગ ધોવા દો રઘુરાય ગીતનું 19 વખત રીટેક કરવું પડ્યું હતું તેને યાદ કરીને કહે છે કે, હવે સમય બદલાઇ ગયો છે ડિજિટલ યુગમાં હવે બધુ સહેલું થઇ ગયું છે. 

મેઘાણી પર નવું આલ્બમ બનાવી રહ્યા છે 

પ્રફુલભાઇ હવે મેઘાણી રચિત ગીતો પર પોતાના સંગીતકાર પુત્ર હાર્દિક સાથે મળીને નવું આલ્બમ બનાવી રહ્યા છે. તેઓ કહે છે ‘મેઘાણી ભાઇએ લખેલા અને અનુસરણ કરેલા ગીતનું નવું આલ્બમ બનાવી રહ્યો છું. જેમા મેઘાણી ભાઇએ જે ઢાળમાં આ ગીતો ગાતા તે ઢાળ મને ખબર છે એટલે તે મુજબ ગાઇશ.’
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો