તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

GST ઇફેક્ટ : રાજકોટમાં નવું ગેસ કનેક્શન રૂ.119.50 મોંઘુ પડશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ: જીએસટીની અસર નવા ગેસ કનેક્શન પર પણ થઇ છે. કુલ સાતમાંથી ચાર સેવા પર 18 ટકા જીએસટી લાગુ કરવામાં આવતા નવું ગેસ કનેક્શન હવેથી રૂ.119.50 પૈસા મોંઘુ પડશે. રાજકોટ શહેરમાં કુલ 20 ગેસ એજન્સી કાર્યરત છે. સરેરાશ મહિનામાં 1000 જેટલા નવા કનેક્શન ઇશ્યૂ થાય છે.
 
આ અંગે વધુમાં માહિતી આપતા ગેસ એજન્સીના સંચાલકે જણાવ્યું હતું કે, જીએસટી પહેલાં નવું ગેસ કનેક્શન રૂ.2365માં પડતું હતું. જો કે ચાર સેવા પર 18 ટકા જીએસટી લાગુ કરવામાં આવતા 119.50 પૈસાનો વધારાનો બોજો ગ્રાહક પર આવશે. એટલે કે હવે પછી જો કોઇને નવું ગેસ કનેક્શન લેવું હશે તો રૂ.2484.50 ચૂકવવા પડશે. જીએસટીના અમલ બાદ અંદાજે 200 જેટલા નવા ગેસ કનેક્શન રાજકોટમાં ઇશ્યૂ થયા છે. 

ઉજ્જવલા યોજના અંતર્ગત જે ગ્રાહક નવું ગેસ કનેક્શન મેળવવા ઇચ્છતા હશે તેઓના પર કોઇ વધારાનો બોજ નહીં આવે. જીએસટીની અમલવારી થશે પરંતુ વધારાની રકમ ગ્રાહકે ચૂકવવી નહીં પડે. વધારાના રૂપિયા છે તે સરકાર ભોગવશે.
 
જીએસટી પહેલાં 2365 રૂપિયા ભરીને નવું કનેક્શન મળતું હતું
 
જીએસટીના અમલ પહેલાં નવું ગેસ કનેક્શન મેળવવા માટે 1450 રૂપિયા સિલિન્ડર ડિપોઝિટ, 150 રેગ્યુલેટર ડિપોઝિટ, 100 સ્ટેમ્પ ડ્યૂટી, 175 ઇન્સ્ટોલેશન અને એડમિનિસ્ટ્રેશન ચાર્જ, 50 રૂ. કન્ઝ્યૂમર ચાર્જ, 250 ઇન્સ્પેક્શન ચાર્જ અને 190 નળીના મળી કુલ 2365 રૂપિયા ગેસ એજન્સીમાં ચૂકવવા પડતા હતા.
 
ચાર સેવામાં 18%  GST લાગુ પડતા નવું કનેક્શન મોંઘું થયું

સિલિન્ડર અને રેગ્યુલેટરની ડિપોઝિટ ઉપરાંત સ્ટેમ્પ ડ્યૂટી પર જીએસટી લાગુ કરવામાં આવ્યો નથી. પરંતુ ઇન્સ્ટોલેશન અને એડમિનિસ્ટ્રેશન ચાર્જ, કન્ઝ્યૂમર કાર્ડ, ઇન્સ્પેક્શન ચાર્જ અને નળીની રકમ પર 18 ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. આ ચારેય સેવાની કુલ કિંમત રૂ.665 થાય છે. એટલે 18 ટકાના હિસાબે 119.50 રૂપિયા થાય છે. આથી જીએસટી લાગુ થયા બાદ નવું ગેસ કનેક્શન મેળવવા માગતા ગ્રાહકોને 119.50 રૂપિયા વધુ ચૂકવવા પડશે. રાજકોટની 20 ગેસ એજન્સીઓમાં અત્યાર સુધીમાં 200 થી વધુ નવા ગેસ કનેક્શન ઇશ્યૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
અન્ય સમાચારો પણ છે...