તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

GSTથી રાખડીના ભાવમાં 30% નો ઘટાડો થયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ: દર વર્ષે બજારમાં અલગ-અલગ નીતનવી રાખડીઓ જોવા મળતી હોય છે. ક્યારેક અમેરિકન ડાયમંડ કયારેક જરદોશી વર્કવાળી તો કયારેક કલકત્તિ બુટ્ટીની, સુખડની અને કુંદનના નંગવાડી આવી અનેક રાખડીઓના ટ્રેન્ડ આવ્યો. પરંતુ આ વખતે બહેનો પોતાના ભાઇના કાંડા પર રાજસ્થાની લૂક ધરાવતી કડા રાખડી બાંધશે. જેમાં ખાસ પ્રકારના મટિરિયલ્સનો ઉપયોગ કરાયો છે.  જેવા કે મોતી, ઘુઘરા, ઉન વગેરે આ રાખડીઓ રક્ષાબંધન પછી પણ પહેરી શકાય એ રીતની છે.
 
જેમાં મોતી અને ઘુઘરીના કડા તૈયાર કરી એ કડાની નીચે ઊનની દોરી સાથે મોતીના લટકણો લટકાવી બનાનવામાં આવી છે. હાલમાં બજારમાં આ રાખડીઓ ધુમ મચાવી રહી છે તથા આ રાખડીઓની ઘણી માગ પણ છે. આની કિંમત રૂ.50થી શરૂ થાય છે. આ રાખડીઓ દેખાડવમાં ફેન્સી લાગે છે. કેમ કે, અંદર મોતી અને ઘુઘરી બન્ને એક સાથે જોવા મળે છે. 
 
બાળકો માટે લાઇટ-મ્યુઝિકની રાખડી
 
નવા નવા કાર્ટુન આવતા રાખડીઓમાં પણ એ વિશેષતા જોવા મળે છે. જેમ કે, છોટાભીમ, અંગ્રીબર્ડ, સ્પાઇડરમેન, કારવાળી તથા મોબાઇલની રાખડીઓ.તેમ જ આ વખતે બાળકોમાં બાહુબલી અને મોદીની રાખડીઓ નવી જોવા મળી છે. ઉપરાંત અલગ-અલગ કલરની લાઇટ અને વિવિધ મ્યૂઝિકવાળી રાખડીઓ પણ બજારમાં નવી આવી છે. દર વર્ષે રાખડીઓના ભાવમાં 30થી 40 ટકા વધારો જોવા મળે છે, પણ આ વખતે બજારનું મૂલ્યાંકન કરતા વેપારીઓએ જણાવ્યું કે આ વર્ષે ભાવમાં 30 ટકા ઘટાડો જોવા મળે છે. જીએસટીની અસર રાખડીબજારમાં પણ જોવા મળી છે.
 
 
અન્ય સમાચારો પણ છે...