તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંગ્રેજોએ પણ ગોંડલની હોસ્પિટલ સર્વશ્રેષ્ઠ પૈકીની એક ગણાવી હતી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોંડલઃ આજે આરોગ્યની જાળવણી માટે સરકાર અનેકાનેક પ્રયત્નો કરી રહી છે, કરોડોનો ધૂમાડો કરી રહી છે ત્યારે એ બાબત નોંધનીય છે કે ગોંડલમાં પ્રજા વત્સલ રાજવી ભગવતસિંહજીએ એ સમયમાં એવી તો નમૂનેદાર હોસ્પિટલ સ્થાપી હતી કે તેની નોંધ અંગ્રેજોએ લેવી પડી હતી, જાહેર કર્યું હતું કે ગોંડલની આ હોસ્પિટલ હિન્દુસ્તાનની સૌથી શ્રેષ્ઠ ત્રણ હોસ્પિટલ પૈકીની એક છે.
પ્રજા વત્સલ રાજવી ભગવતસિંહજીએ બંધાવેલી હોસ્પિટલ નમૂનેદાર હતી

રાજવી ગાદી પર આવ્યા તે પહેલાં આરોગ્યની સવલતો ખૂબ ઓછી હતી અને તેની પાછળ ખર્ચ પણ ઓછો જ કરાતો. બાદમાં તેમણે આ ખર્ચની રકમ અનેકગણી વધારી દીધી હતી. એ સમયે તેમણે 6 લાખના ખર્ચે મુખ્ય શહેરોમાં દવાખાના માટે મકાનો બંધાવ્યા હતા. ઓપરેશનની સગવડતા પણ નમૂનેદાર હતી. ઇન્ડિયન પ્લેગ કમિશનના પ્રમુખ થોમસ આર. ફ્રેઝરે દેશની સૌથી શ્રેષ્ઠ હોસ્પિટલ પૈકીની એક ગણાવી હતી.

નર્સિંગનું શિક્ષણ અપાતું

ગોંડલની હોસ્પિટલમાં એક સમયે નર્સિંગનું શિક્ષણ આપવામાં આવતું કે જેથી કરીને એ સમયે સ્ત્રીઓ નર્સ બનીને લોકોની સેવા પણ કરી શકે અને ઘર પરિવારના ગુજરાનમાં પણ ફાળો આપી શકે.

1885માં મોબાઇલ ડિસ્પેન્સરીની યોજના લાવી હતી
ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ સ્થાપવા ઉપરાંત લોકોને સારી આરોગ્યની સુવિધા મળે તે માટે તેમણે 1885માં મોબાઇલ ડિસ્પેન્સરીની યોજના અમલમાં મૂકી હતી. મુંબઇના લોર્ડ ગવર્નર લોર્ડ હરીશે આ યોજનાની પ્રશંસા કરી કહ્યું હતું કે મહારાજાના આ કાર્યનો દાખલો બીજા દેશી રજવાડાઓએ લેવો જોઇએ એટલું જ નહીં, બ્રિટીશ ઇન્ડિયામાં તેમનું અનુકરણ આવશ્યક છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો