તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યાજે આપેલા બે લાખ ન ચૂકવી શકતા રાજકોટમાં પ્રૌઢની ગોળી ધરબી હત્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના શહેર એવા રાજકોટમાં 36 કલાકમાં બે હત્યા થઇ છે અને 21 દિવસમાં 10 હત્યાના બનાવો બન્યા છે. 11 સપ્ટેમ્બરના રોજ થોરાળા વિસ્તારમાં ભાજપ આગેવાનના સાઢુભાઇની હત્યા કરવામાં આવી હતી. તો ગઇકાલે સાંજના સમયે જામનગર રોડ પર પ્રૌઢ પર ગોળીઓ ધરબી પતાવી દેવામાં આવ્યા હતા.
જામનગર રોડ પર સૈનિક સોસાયટી નજીક જાહેરમાં ફાયરિંગ કરી પ્રૌઢની હત્યા કરાઇ
ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને જમીન મકાનની દલાલીને વ્યવસાય કરતા સુરેશભાઈ હીરાભાઈ નથવાણી નામના પ્રૌઢ ઉપર સોમવારે સાંજે જામનગર રોડ પર સૈનિક સોસાયટી નજીક કારમાં આવેલા શખ્સો ફાયરિંગ કરી નાસી ગયા હતા. ફાયરિંગમાં ઘવાયેલા પ્રૌઢનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. સતિષ આહીર અને પિન્ટુ દરબાર સહિતના બે શખ્સોએ હત્યા કર્યાની મૃતકના પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ બન્ને શખ્સો પાસેથી મૃતક સુરેશભાઈએ રૂ.2 લાખ વ્યાજે લીધા હતા તેની ઉઘરાણીના મામલે થયેલી માથાકૂટ દરમિયાન બન્ને શખ્સોએ લોહાણા પ્રૌઢને મોતને ઘાટ ઊતારી દીધા હતા.
ગાંધીગ્રામમાં રહેતા એસ્ટેટ બ્રોકર પ્રૌઢ પર આડેધડ ફાયરિંગ

સૈનિક સોસાયટી નજીક આરએમટીએસના બસ સ્ટેન્ડ નજીક સાંજે અજાણ્યા પ્રૌઢની ફાયરિંગ કરીને હત્યા થયાની જાણ થતાં જોઇન્ટ સીપી ડી.એસ.ભટ્ટ સહિતનો સ્ટાફ સ્થળ ઉપર દોડી ગયો હતો. સ્થળ ઉપર મૃતદેહ અને તેની બાજુમાં નવસારી પાસિંગનું યુનિકોન બાઇક મળી આવ્યું હતું. જેસીપી ભટ્ટે જણાવ્યા મુજબ મૃતકના પડખા અને છાતિ ઉપર ગોળી વાગ્યાના નિશાન મળી આવ્યા હતા. મૃતકના ખિસ્સામાંથી વકીલોના વિઝિટિંગ કાર્ડ અને નાગરિક બેંકની 15 લાખની લોન ભરપાઇ કરવાની નોટિસ મળી આવી હતી. જેના આધારે મૃતદેહ જીવંતિકાનગરમાં રહેતા સુરેશભાઇ હીરાભાઇ નથવાણી (ઉ.વ. આશરે 50) હોવાનું સ્પષ્ટ થયું હતું.
જામનગર રોડ પર સૈનિક સોસાયટી નજીક હત્યારાઓએ અંજામ આપ્યો

મોડીરાતે મૃતકના પત્ની જયોત્સનાબેને નોંધાવેલી ફરિયાદમાં હત્યારા તરીકે સતિષ આહીર અને પિન્ટુ દરબારના નામ આપ્યા હતા. આ બન્ને શખ્સો પાસેથી સુરેશભાઈએ એક વર્ષ પહેલાં રૂ.2 લાખ વ્યાજે લીધા હતા. આ મામલે અવારનવાર ધાકધમકી અપાઈ હતી. આજે પણ આ જ પ્રશ્ને ડખો થતાં સતિષ આહીર અને પિન્ટુ દરબારે ફાયરિંગ કરી હત્યા નિપજાવ્યાના આરોપસર ફરિયાદ નોંધાઈ છે.
21 દિવસમાં 10 હત્યાની તવારીખ
23 ઓગસ્ટે કોઠારિયા સોલવન્ટ નજીક રૂ.બે હજારની લૂંટ માટે બિહારી મહિલા રીટા ચંદ્રવંશીની હત્યા કરી હતી. એ જ રાતે મવડી વિસ્તારમાં કારખાનેદાર દિલીપભાઇ અજાણીને તેના ભાગીદારે પતાવી દીધા હતા. 28 ઓગસ્ટે લાલપરી નદી કાંઠેથી હત્યા કરાયેલી લાશ મળી હતી, 31 ઓગસ્ટે જંકશનમાં મોબાઇલના ધંધાર્થી જીજ્ઞેશ લોહાણાને બે તસ્કરોએ પતાવી દીધા હતા. 1 સપ્ટેમ્બરે પોલીસપુત્ર ધર્મેશ ગઢવીની હત્યા, 3 સપ્ટેમ્બરે નવાગામમાં ભાઇના હાથે ભાઇની હત્યા, 7 સપ્ટેમ્બરે જંકશન રેલવે પ્લેટફોર્મ પર લિફ્ટમેન રવિએ પ્રેમિકા જમુનાબેનને પતાવી પોતે ફાંસો ખાઇ લીધો હતો. 11 સપ્ટેમ્બરે થોરાળા વિસ્તારમાં ભાજપ આગેવાનના સાઢુભાઇની હત્યા અને 12 સપ્ટેમ્બરે જામનગર રોડ પર સુરેશભાઇ નથવાણીની ગોળીઓ ધરબીને હત્યા કરવામાં આવી હતી. શહેરમાં છેલ્લા 21 દિવસમાં 10 અને 36 કલાકમાં હત્યાના બે બનાવ નોંધાતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું પોતાનું શહેર જ અસુરક્ષિત બની ગયાનું પ્રતિત થઇ રહ્યું છે.
વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો