તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ: દુષ્કર્મ કેસમાં ફરાર બિલ્ડર કમલેશ રામાણી વિદેશી દારૂ સાથે ઝડપાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- માલિયાસણ પાસે આવેલા પેટ્રોલપંપેથી પકડ્યો, બે કેસમાં ફરાર હતો

રાજકોટ: અનેક ગુનામાં સંડોવાયેલા અને દુષ્કર્મ તથા ધમકી દેવાના પ્રકરણમાં ફરાર વિવાદિત બિલ્ડર કમલેશ રામાણીને પોલીસે માલિયાસણમાં આવેલા તેના પેટ્રોલપંપેથી વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો. પેટ્રોલપંપેથી પોલીસે કમલેશના ભાઇની લાઇસન્સવાળી રિવોલ્વર, 11 જીવતા અને 4 ફૂટેલા કાર્ટિસ પણ કબજે કર્યા હતા. માલિયાસણમાં આવેલા બિલ્ડર કમલેશ રામાણીના પેટ્રોલપંપની ઓફિસમાં દારૂની મહેફિલ મંડાઇ હોવાની હકીકત મળતાં ક્રાઇમબ્રાંચના પીઆઇ પંડયા તથા એસઓજીનો સ્ટાફ ખાનગી વાહનમાં ધસી ગયો હતો.

પોલીસ ટુકડીએ પંપની ઓફિસને કોર્ડન કરી લીધી હતી અને પીઆઇ પંડયા ઓફિસમાં પ્રવેશ્યા એ સાથે જ કમલેશ વશરામ રામાણી દારૂ ભરેલી ખુલ્લી બોટલ સાથે મળી આવ્યો હતો. પોલીસે ઓફિસની તલાશી લેતાં કાઉન્ટરમાંથી રિવોલ્વર, 11 જીવતા કાર્ટિસ અને 4 ફૂટેલા કાર્ટિસ મળી આવ્યા હતા. રિવોલ્વર અને કાર્ટિસ તેના નાનાભાઇના લાઇસન્સવાળી હોવાની કમલેશે કબૂલાત આપી હતી. જોકે પોલીસે એ પણ કબજે કરી કમલેશની ધરપકડ કરી હતી.

શહેરમાં રહેતી 22 વર્ષીય યુવતીને ઘેની પીણું પીવડાવી કમલેશે તેના પર દુષ્કર્મ આચર્યું હોવાની મહિલા પોલીસ સ્ટેશનમાં અગાઉ ફરિયાદ નોંધાઇ હતી, તેમજ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા ચેતન ગોંડલિયાના ઘરે જઇ ઇમરાન મેણુ સહિતના શખ્સોએ કમલેશ રામાણીના ઇશારે ધમકી દીધાની પણ ફરિયાદ નોંધાઇ હતી. બંને કેસમાં કમલેશ રામાણી ફરાર હતો. દારૂની બોટલ સાથે ઝડપાયેલા કમલેશ રામાણીને બુધવારે રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ કરાશે તેવું પીઆઇ પંડયાએ જણાવ્યું હતું.
રિવોલ્વરનું લાઇસન્સ રદ કરવાની પોલીસ કાર્યવાહી કરશે?

પેટ્રોલ પંપના કાઉન્ટરમાંથી પોલીસે લાઇસન્સ વાળી રિવોલ્વર, 11 જીવતા અને 4 ફૂટેલા કાર્ટિસ કબજે કર્યા હતા. રિવોલ્વર તેના ભાઇની હોવાની કમલેશે કેફિયત આપી હતી. હથિયાર જયારે કબજે થયું ત્યારે કમલેશનો ભાઇ ત્યાં હાજર નહોતો, પરવાનાવાળું હથિયાર પરવાનેદારના કબજામાં જ હોવું જોઇએ, પરવાનાવાળા હથિયારની યોગ્ય સંભાળ ન રાખવી એ પણ ગુનાહિત કૃત્ય છે, ત્યારે કમલેશના ભાઇએ હથિયાર રેઢું મૂક્યું હોઇ તો તેનો પરવાનો રદ કરવાની કાર્યવાહી થવી જોઇએ. કમલેશ અને કેટલાક પોલીસ અધિકારીઓ વચ્ચે ગાઢ સંબંધ હોવાના અગાઉ અનેક આક્ષેપો થયા છે ત્યારે હથિયારનું લાઇસન્સ રદ કરાવવાની પોલીસ કાર્યવાહી કરશે કે કેમ તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.
આગળની સ્લાઇડ્સમાં વાંચો, કમલેશનું મુખાર્વિંદ ઢાંકવા પીએસઆઇ રાણાનો અકળ ઉત્સાહ, દુષ્કર્મ કેસમાં ધરપકડ કરાશે : પીએસઆઇ જાડેજા