તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડો કલામને પણ પ્રમુખ સ્વામીએ કરાવ્યો હતો આધ્યાત્મનો અનુભવ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટઃ પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે અબ્દુલ કલામ લિખિત પુસ્તક ‘ટ્રાન્સેન્ડન્સ માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સિઝ વિથ પ્રમુખ સ્વામીજી’ નામના પુસ્તકના એક એક પાને તેમની પ્રમુખ સ્વામી પ્રત્યેની ભક્તિ છલકે છે. ડો. કલામને પ્રમુખ સ્વામીના અનેક આધ્યાત્મિક અને ચમત્કારિક અનુભવો થયા હતા. ડો. કલામ કહેતા, ‘‘પ્રમુખ સ્વામીજી અાત્મજ્ઞાની સંત છે, ચૈતન્યનો મહાસાગર છે અને વિશ્વને ધર્મ અને અધ્યાત્મના માર્ગે વાળવા ખૂદ સ્વામીનારાયણ ભગવાન એમના રૂપે કામ કરી રહ્યા છે.મારા વિઝન 2020 ઇન્ડિયા ઉપર સ્પષ્ટપણે પ્રમુખ સ્વામીજીના વિચારોથી અસર છે. એમણે કરેલી વ્યાપક કામગીરીમાં જ ‘2020’ના વિકસિત ભારત અને સ્વસ્થ વિશ્વનું રહસ્ય સમાયેલું છે.”
અમારી વચ્ચે જાણે કે દિવ્યચેતનાનો મૌન સંવાદ થયો: કલામ

ડો. કલામ તા.11 માર્ચ 2014ના રોજ સારંગપુર આવ્યા. તેઓ લખે છે, ‘ કોઇ અલૌકિક દિવ્યતા વચ્ચે સ્વામીજીએ દસ મિનિટ સુધી મારા હાથ પકડી રાખ્યા. અમારી વચ્ચે એક શબ્દની પણ આપ લે ન થઇ. અમે બન્ને એકમેકની આંખોમાં નિહાળતા રહ્યા. અમારી વચ્ચે જાણે કે દિવ્યચેતનાનો મૌન સંવાદ થયો. આ એક અદભૂત આધ્યાત્મિક અનુભવ હતો’. પ્રમુખ સ્વામીને મળી તેઓ મધરાત્રે રાષ્ટ્રપતિ ભવનમા પરત ફર્યા. રાત્રે અચાનક દિવ્ય તંદ્રાવસ્થામાં સરી પડ્યા. ત્યા એક અવાજ આવ્યો, ‘ઉઠ, તારે તારા લક્ષ્યો સિધ્ધ કરવાના છે. હું અને મારૂ ની હોડમાં સમાજનું સ્મિત વિલાઇ ગયું છે. એ સ્મિતને પાછું લાવવા તારી પસંદગી થઇ છે. તું એ પાત્ર છે જેના દ્વારા એક પુસ્તક લખાવાનું છે.’ અને ત્યારબાદ ડો. કલામે આ પુસ્તક લખ્યું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો