• Gujarati News
  • Missile Man Kalam: Peach Dr. Kalam Always Identify Missiles Their Own The Offspring

મિસાઈલ મેન કલામ: અપરિણીત ડો. કલામ મિસાઇલોને જ હંમેશા પોતાના સંતાન ગણાવતા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ડો. રાજને રાજકોટમાં પોતાના મિત્ર કલામ વિષે અનેક રસપ્રદ કિસ્સા વાગોળ્યા
- ‘ઇન્ડિયા 2020’ પુસ્તક કલામની દીર્ધદૃષ્ટિનું પરિણામ
રાજકોટ: ભારતના મિસાઇલમેન ભારત રત્ન પૂર્વ રાષ્ટ્રપિત ડો.અવુલ પકિર જૈનુલબ્દીન અબ્દુલ કલામનું એક બહુ જ જાણીતું સૂત્ર છે કે ‘સમર્પિતતા વગર સફળતા ન મળે અને,જો સમર્પિત હો તો ક્યારેય નિષ્ફળ નહી થાઓ.’ આ જીવન સૂત્રને તેઓ પણ જીવનભર વળગી રહ્યા. એટલે સુધી કે યુવાનીમાં ધ્યેય સિધ્ધ કરવામાં એટલા ઓતપ્રોત રહ્યા કે તેમના સાથીદાર ડો.રાજનના કહેવા મુજબ તેઓ ખરા અર્થમાં લગ્ન કરવાનું ભૂલી ગયા. તેઓ હંમેશાં ભારત માટે તૈયાર કરેલા મિસાઇલોને પોતાના સંતાન ગણાવતા હતા. ડો. કલામનું બહુ જ જાણીતું પુસ્તક ‘ઇન્ડિયા 2020 એ વિઝન ફોર ન્યૂ મિલેનીયમ’ના સહલેખક હતાં.
તેમના સાથીદાર અને જાણીતા વૈજ્ઞાનિક ડો. વાય.એસ. રાજન. તેઓ ડો. કલામ સાથે રાજકોટની કેટલીક મુલાકાતમાં સાથે રહ્યા હતા. તેઓ રાજકોટના રામકૃષ્ણ આશ્રમમાં તત્કાલીન અધ્યક્ષ પૂ.સ્વામી જિતાત્માનંદજી પાસે ત્રણ દિવસ ધ્યાન સાધના માટે થોડા પૂર્વે આવ્યા હતા. તેમણે એક મુલાકાતમાં ડો.કલામના કેટલાક રસપ્રદ કિસ્સા વાગોળ્યા હતા. તેમના કહેવા મુજબ કલામના લગ્ન એક વખત નક્કી તો થયા હતા. લગ્નનો દિવસ પણ નક્કી થયો હતો, પરંતુ પોતાના સંશોધનોમાં વ્યસ્ત ડો.કલામને જ્યારે આ યાદ આવ્યું ત્યારે ચારેક દિવસ મોડું થઇ ગયું હતું. બસ આ પછી ક્યારેય આ બાબત તેમણે છેડી જ નહીં.
ડો.રાજનના કહેવા મુજબ તેઓને પોતાનો પરિવાર એટલે તેમની લેબોરેટરી અને સંતાનો એટલે તેમને જીવ રેડીને તૈયાર કરેલા અગ્નિ સહિતના મિસાઇલો. ડો. વાય.અેસ.રાજન તેમને (ડો.કલામને) આધુનિક ઋષિ તરીકે ઓળખાવતા હતા. તેમના કહેવા મુજબ એક સમયે જ્યારે મિસાઇલ ક્ષેત્રે ભારત સ્વાવલંબી ન હતું ત્યારે ઇન્ટરમીડિયેટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ ‘અગ્નિ’ અને સરફેસ ટૂ સરફેસ મિસાઇલ ‘પૃથ્વી’ની સફળતામાં ડો.કલામનો સિંહફાળો રહ્યો હતો.
વધુ વાંચવા માટે આગળની સ્લાઈડ્સ ક્લિક કરો...