તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશના 80 ટકા પરિવારના ચૂલા રાજકોટના લાઇટરથી સળગે છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટઃ રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોને એ જાણીને ગૌરવ થશે કે, દેશના 80 ટકા રસોડામાં ચૂલા પ્રગટાવવા માટે રાજકોટના કારખાનામાં બનતા લાઇટરનો ઉપયોગ થઇ રહ્યો છે. શહેરમાં અંદાજે 170 જેટલા નાના મોટા કારખાનાઓમાં લાઇટર બની રહ્યા છે. ભારતના મોટાભાગના ઉદ્યોગપતિ ચાઇનાનું નામ સાંભળતાની સાથે મૂંઝવણમાં મુકાઇ જાય છે, પરંતુ લાઇટરના ઉત્પાદનમાં તેનાથી ઉલ્ટુ છે. રાજકોટના લાઇટર ચાઇનાના માલને ટક્કર આપી રહ્યા છે.
ભારતની મોટાભાગની ગૃહિણીઓ રસોઇ બનાવતા પહેલા રાજકોટના બનેલા લાઇટરથી ગેસના ચૂલા પ્રગટાવે છે

સમગ્ર દેશમાં લાઇટર બનાવવામાં રાજકોટના ઉદ્યોગપતિઓએ છેલ્લા બે દાયકાથી કબજો કર્યો છે. રાજકોટમાં મોટાગજાના બે ડઝન જેટલા લાઇટર બનાવતા કારખાનાંઓ છે, 100 જેટલા મધ્ય અને 50-65 નાના યુનિટોમાં દૈનિક 45-50 હજાર લાઇટર તૈયાર કરી રાજકોટ બહાર મોકલવામાં આવી રહ્યા છે. રાજકોટના લાઇટર ઉત્પાદકો એકથી દોઢ વર્ષની ગેરંટિવાળા લાઇટર બનાવે છે. જેની બજારમાં 70-180 સુધીની કિંમત હોય છે અને ત્રણ વર્ષ ચાલે છે. આ ઉપરાંત રાજકોટમાં નો ગેરંટીવાળા લાઇટરનું પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન થઇ રહ્યું છે. ફૂટપાથ સહિતની છૂટક બજારમાં તે 15-20 રૂપિયામાં મળે છે.
દૈનિક 45-50 હજાર લાઇટર બને છે

રાજકોટના અનેક લાઇટર ઉત્પાદકોનો માલ હવે ઓનલાઇન શોપિંગ સાઇટ ઉપર પણ જોવા મળે છે. લાઇટ મુખ્ય ત્રણ પ્રકારના હોય છે, સર્કિટથી ચાલતા, ગેસવાળા અને પીજોવાળા લાઇટર. રાજકોટ પીઝોથી ચાલતા લાઇટરનુ મેન્યુફેકચરિંગનું હબ બની ગયું છે. રાજકોટમાં કોમર્શિયલ લાઇટર પણ બની રહ્યા છે, જેની લંબાઇ એકથી દોઢ ફૂટની હોય છે. કેન્દ્ર સરકાર આગામી દિવસોમાં તમામ ગામોમાં ગેસજોડાણ આપવાની તૈયારી કરી રહી હોવાથી આ ઉદ્યોગનું ભવિષ્ય પણ ખૂબ ઉજ્જવળ છે.
લોકલ બનાવટ સામે ચાઇનામાં લાઇટર બનાવતી કંપનીઓ લાચાર

નોંધનીય છે કે, સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ શહેરમાં ઓટોમોબાઇલ, ડીઝલ એન્જિન ક્ષેત્રે દેશમાં ડંકો વગાડ્યો છે ત્યારે સામાન્ય કહી શકાય તેવી હોમ એપ્લાયન્સની અનેક ચીજ વસ્તુ બનાવવામાં પણ રાજકોટના ઉદ્યોગકારોએ કાઠું કાઢ્યું છે જેમાં ખાસ કરીને ગેસ લાઇટર બનાવવામાં રાજકોટની અનેક પેઢીઓ અગ્રેસર છે. આ પેઢીઓ દ્વારા બનાવવામાં આવતા ગેસલાઇટરની ક્વોલિટી અને કિંમત સામે ચાઇનાની માર્કેટ પણ ટૂંકી પડી રહી છે. જેને કારણે દેશભરમાં રાજકોટના ગેસ લાઇટરની એક ડિમાન્ડ છે. ગેસ લાઇટરમાં પણ અવનવી વેરાયટી બજારમાં આપવા માટે રાજકોટના ઉદ્યોગકારો સતત પ્રયત્નશીલ રહે છે.
લાઇટરનો મુખ્ય પાર્ટ ‘પીઝો’

બહારથી એક દેખાતું લાઇટરમાં અલગ અલગ કુલ 20-22 પાર્ટ આવે છે. લાઇટરનો મુખ્ય પાર્ટસ પીઝો છે, જેને દેશી ભાષામાં કાકરી તરીકે આપણે ઓળખીએ છીએ. પીઝો એક પ્રકારની સિરામિક ટાઇપ માટી છે, આ પીઝો ઉપર ઇલેક્ટ્રિક પ્રોસેેસ કરવામાં આવે છે. આ ઇલેક્ટ્રિક પ્રોસેસ બાદ તેના ઉપર કોઇ વસ્તુ અથડાય એટલે તેમાંથી તીખારા ઉત્પન્ન થાય છે. પીઝો ભારતમાં બનતો નથી. રાજકોટના તમામ લાઇટર ઉત્પાદકો આ પીઝો જાપાન, ચાઇના અને જર્મનીથી આયાત કરે છે.

જો લાઇટર સ્ટેન્ડમાં રાખવામાં આવે તો આયુષ્ય વધે

લાઇટર ઉત્પાદકો ગેરંટિવાળા લાઇટર બનાવે છે તેની સાથે લાઇટરનું સ્ટેન્ડ પણ આપે છે. આ સ્ટેન્ડમાં લાઇટર રાખવામાં આવે તો લાઇટરની આયુષ્યમાં 25-30 ટકાનો વધારો થાય છે. સામાન્ય રીતે ગૃહિણીઓ ગેસ પ્રગટાવ્યા બાદ લાઇટર ચૂલા ઉપર અથવા ચૂલાની બાજુમાં મૂકી દે છે. જેના કારણે લાઇટરમાં ઉપયોગમાં લેવાયેલા પ્લાસ્ટિક પાર્ટસ ગરમ થાય છે, અંદર પાણી કે ભેજ આવે છે જેથી તેનું આયુષ્ય ઘટી જાય છે. - દીપકભાઇ હિન્દુજા, જ્યોતિ લાઇટર, રાજકોટ
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો....(તસવીરો: અલ્પેશ રાણપરીયા, રાજકોટ)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો