તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જસદણમાં પાણી પ્રશ્ને ટોળાંની પાલિકામાં તોડફોડ,11 પુરુષ 14 મહિલાઓની અટકાયત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસદણ:જસદણમાં ઘણા વર્ષોથી પાણીની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે જેમાં ચાલુ વર્ષે પણ આલણસાગર તળાવ ખાલી થઇ ગયું હોવાથી પાણીનો તમામ મદાર ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા આપવામાં આવતાં નર્મદા અને મહી યોજના પર આધારિત છે ત્યારે શહેરમાં છેલ્લા 12 દિવસથી પાણી વિતરણ કરવામાં આવ્યું ન હોય શુક્રવારે એક ટોળું ‘પાણી આપો પાણી આપો’ના નારા સાથે રજૂઆત કરવા ગયું હતું જેમાં કંઇ વાકું પડતાં ચીફ ઓફિસરની ચેમ્બરમાં ઘૂસીને તોડફોડ કરતાં ચીફ ઓફિસરે પોલીસમાં અરજી કરતાં પોલીસે 11 પુરુષ અને 14 મહિલાઓની અટકાયત કરી હતી.

-જસદણમાં પાણી પ્રશ્ને ટોળાંની પાલિકામાં તોડફોડ
-ટોળું રોષભેર ચીફ ઓફિસરની ચેમ્બરમાં ધસી ગયું , ઓફિસરની અરજીના પગલે 11 પુરુષ 14 મહિલાઓની અટકાયત
-આલણસાગર તળાવ ખાલી થઇ જતાં 12 દિવસથી પાણી આપવામાં આવ્યું નથી
આલણસાગર તળાવ પણ તળિયાઝાટક થઇ જતાં શહેરના પીવાના પાણીના પ્રશ્નનો તમામ મદાર હાલ ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા આપવામાં આવતા નર્મદા અને મહી યોજનાના નીર પર હોય નાગરિકોને આઠ થી દસ દિવસે પીવાનું પાણી મળે છે. બાર દિવસથી પાણી ન મળતાં ત્રસ્ત બનેલા નાગરિકોમાંથી એક મહિલાઓ અને પુરુષોનું ટોળું નગરપાલિકામાં રજૂઆત કરવા ગયું હતું પરંતુ કંઇ વાકું પડતાં ચીફ ઓફિસરની ચેમ્બરમાં ઘૂસીને ખુરશી, ટેબલ, કબાટમાં તોડફોડ કરી હતી.
20 વર્ષમાં 100 કરોડનો ખર્ચ કરી દેવામાં આવ્યો છતાં પરિણામ મીડું
ઇ.સ.1995થી અત્યાર સુધીમાં લોકોને સમયસર અને પૂરતું પાણી મળી રહે તે માટે સમ્પ,ઓવરહેન્ડ ટેન્ક, પાઇપલાઇન, મોટરો, મશીનરી, ફિલ્ટર પ્લાન્ટ જેવા અનેક કામોમાં 100 કરોડથી વધારેનો ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ લોકોને હજુ પણ તેનું પૂરું વળતર મળ્યું નથી. હાલમાં પાણી પુરવઠા બોર્ડ અને તંત્રની વચ્ચેના સંકલનના અભાવે લોકોને દસ બાર દિવસથી પાણી મળ્યું નથી.
આગળની સ્લાઇડમાં વાંચો,ફિલ્ટર પ્લાન્ટ પણ સદંતર નિષ્ફળ ગયો,33 ટકા નળ જોડાણ ભૂતિયાં,વર્ષનો વેરો ભરો એકાંતરા પાણી મેળવો,પાણીની ટાંકી, મોટર ચોરાયા ફરિયાદ ન નોંધાઇ...
અન્ય સમાચારો પણ છે...