તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ: કોર્પોરેટર પત્નીની સત્તાનો નશો પતિને ચડ્યો, અધિકારીને ખખડાવ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ: રાજકોટના વોર્ડ નં.2માં ભાજપના નગરસેવિકા તો સોફિયાબેન દલ છે, પણ એ પદનો મદ તેમના પતિ જાહિદ દલને પડી ગયો છે.પોતાની હેસિયત ભૂલીને આ જાહિદ દલ છાશવારે મનપાની કામગીરીમાં દખલ કરવા તથા અધિકારીઓને ખખડાવા માટે કુખ્યાત છે. સોમવારે એવી વધુ એક ઘટનામાં તેણે લખણ ઝળકાવ્યા હતા. 15મી ઓગસ્ટની ઉજવણીના કાર્યક્રમના આયોજન બાબતે મનપામાં બોલાવાયેલી મિટિંગમાં કોર્પોરેટરના પતિ અપેક્ષિત ન હોવા છતાં હાજરી આપી હતી. એટલું જ નહીં, ધ્વજવંદન ક્યાં મેદાનમાં રાખવું એ નક્કી કરવાની સત્તા જાણે પોતા પાસે હોય તેમ ચર્ચા દરમિયાન અધિકારીઓ સાથે માથાકૂટ કરી બઘડાટી બોલાવી હતી.

રાજકોટના વોર્ડ નં.2ના નગરસેવિકા સોફિયા દલના પતિએ કરેલું વરવું પ્રદર્શન

આ વખતે સ્વાતંત્રય પર્વની ઉજવણી વોર્ડ નં.2માં થવાની છે. એક અઠવાડિયા સુધી અનેકવિધ કાર્યક્રમો યોજાવાના છે. તેની તૈયારી સંદર્ભે સોમવારે સ્ટેન્ડિંગ કમિટીની ચેમ્બરમાં સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જયમીન ઠાકરની અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવી હતી. રાજકોટમાં વર્ષોથી એવું ચાલ્યું આવે છે કે, મહિલા કોર્પોરેટર વતી તેનો પતિ હકૂમત ચલાવે છે. પત્નીની સત્તાના નશામાં આવા જ વધુ એક પતિદેવ જાહિદ દલે સોમવારે મનપા કચેરીમાં દાખલો બેસાડ્યો હતો.

ઉજવણીના કાર્યક્રમ માટે વોર્ડ નં.2માં ક્યા પ્લોટ રાખવા તે નક્કી કરવા સહિત આયોજનની તૈયારી માટે સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જયમીન ઠાકરે મિટિંગ બોલાવી હતી. સ્ટેન્ડિંગ કમિટીની ચેમ્બરમાં રખાયેલી મિટિંગ દરમિયાન વોર્ડ નં.2ના ભાજપના મહિલા કોર્પોરેટર સોફિયા દલના પતિ જાહિદ દલ માન ન માન, મે તેરા મહેમાનની જેમ આવી ગયા હતા. ધ્વજવંદનનો કાર્યક્રમ ક્યાં પ્લોટમાં રાખવો એવી એક ચર્ચા ચાલતી હતી. ત્યારે જાહિદ દલે આસી. ટાઉન પ્લાનર ઓફિસર એસ.એસ.ગુપ્તા પાસે ટીપી હસ્તકના ક્યાં પ્લોટ અને ક્યા હેતુ માટેના છે તેવી વિગત માગી હતી. આ જ મુદ્દે જાહિદ દલે અધિકારી ગુપ્તા ઉપર રોફ જમાવવાનું શરૂ કરી દીધું હતું. જાહેરમાં અભદ્ર શબ્દોનો પણ ઉપયોગ કરી માથાકૂટ શરૂ કરી હતી. અંતે અધિકારી ગુપ્તા અને ડેપ્યુટી ઇજનેર વલ્લભ જીંજાળા મિટિંગમાંથી ઊભા થઇ ગયા હતા.

પાર્ટીએ આવો હક કોઇને આપ્યો નથી, હું તપાસ કરાવીશ

મહાપાલિકાને લગતા કોઇ કાર્યક્રમ, કોઇ નિર્ણય લેવાનો હોય કે અન્ય કોઇ બાબત હોય. તેમા નગરસેવક કે નગરસેવિકાનો જ મત લેવામાં આવે છે. અધિકારી સાથે ખરાબ વર્તન કરવાની ચૂંટાયેલા પ્રતિનિધિને પણ પાર્ટીએ સત્તા આપી નથી તો તેમના પતિ કે પત્નીની વાત જ દૂર રહી. સોફિયાબેનના પતિની જે ઘટના બની છે તે મામલે તપાસ થશે. જરૂર પડ્યે સોફિયાબેનનો ખુલાસો પૂછીને ઠપકો પણ અપાશે. - કમલેશ મીરાણી, ભાજપ શહેર પ્રમુખ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો