તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટઃ યુનિવર્સિટીના લોના ઇન્ટરવ્યૂમાં ઉમેદવારોને પૂછાયું, 'ગોત્ર એટલે શું?'

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ લોના આસિસ્ટન્ટ પ્રોફેસર SEBC કેટેગરીની ભરતી માટે ઇન્ટરવ્યૂ આપનાર ચાર ઉમેદવારોને વિષય બહારના પ્રશ્નો પૂછવામાં આવતા ઉમેદવારો મુંઝાયા હતા. ઇન્ટરવ્યૂ લેનારે ગોત્ર એટલે શું ? એવો પ્રશ્ન પૂછતા ઉમેદવારો આશ્ચર્યચકિત બની ગયા હતા.
આસિસ્ટન્ટ પ્રોફેસર માટેના ઉમેદવારોને વિષય બહારના પ્રશ્નો પૂછાતા મૂંઝવણ સાથે રોષ ફેલાયો

ઇન્ટરવ્યૂમાં ઇન્ટરનેશનલ લો અને ન્યાયશાસ્ત્રની થિયરી ઉપર પ્રશ્નો તો પૂછાયા પણ ઇન્ટરવ્યૂ લેનારે જવાબ હિન્દી અથવા અંગ્રેજીમાં જ આપવાનો આગ્રહ રાખ્યો હતો. જેના પ્રતિભાવરૂપે એક ઉમેદવારે તો એવું મોઢામોઢ ભરખાવ્યું કે, LLM માં અંગ્રેજી ભણાવવાનું હોય છે. પણ એકપણ અધ્યાપક અંગ્રેજીમાં લેક્ચર લેતા નથી.
ગુંચવણભર્યા સવાલોથી ઉમેદવારો મુંઝાયા

ઇન્ટરવ્યૂ લેનાર એક્સપર્ટના વલણ અને અભિગમ અંગે પણ ઉમેદવારોમાં નારાજગી ફેલાઇ હતી. આ ઇન્ટરવ્યૂમાં ઉમેદવારોએ પોતાના આર્ટિકલ્સ પ્રસિદ્ધ થયા હોય તે પબ્લિકેશન રજૂ કર્યા હતા. પરંતુ એક્સપર્ટે એ પબ્લિકેશન્સ પેઇડ હોવાનો આક્ષેપ કરતા ભારે તડાફડી બોલી ગઇ હતી. એક ઉમેદવારે એ તકે એવો જવાબ આપ્યો હતો કે, તેના આર્ટિકલ સૌરાષ્ટ્ર યુિનવર્સિટીના ઓડિટોરીયલ બોર્ડે મંજૂર કર્યા બાદ નામાંકિત મેગેઝીનમાં પ્રસિદ્ધ થયા છે. તેને પેઇડ કેવી રીતે ગણી શકાય ? તેમજ તેને કેમ અમાન્ય ગણાય ? તે ઉમેદવારે એક્સપર્ટને એવો પડકાર ફેંક્યો હતો કે તમે કોઇ યુજીસી માન્ય પબ્લિકેશન સજેસ્ટ કરો તો તેમાં અમે અમારા આર્ટિકલ છપાવીએ.
એમબીએમાં 25 ઉમેદવરો ઉપસ્થિત હતા

એકંદરે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારોમાં રોષ અને નારાજગીનો માહોલ હતો. ડિપાર્ટમેન્ટ ઓફ લો માટેના આ ઇન્ટરવ્યૂ પૂર્ણ થયા બાદ કોમર્સ ફેકલ્ટી માટે એસોસિએટ પ્રોફેસર અને બિઝનેસ મેનેજમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા માટે પણ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. એસોસિએટ પ્રોફેસર અને એમબીએના આસિસ્ટન્ટ પ્રોફેસરના ઇન્ટરવ્યૂમાં ઉપસ્થિત પાંચ ઉમેદવારોને તેમણે કરેલાં રિસર્ચ એરિયા, તે જે વિષયમાં નિષ્ણાત હોય અથવા ભણાવતા હોય તેમાંથી તથા તેમના પ્રકાશિત થયેલા આર્ટિકલમાંથી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. એમબીએમાં 25 ઉમેદવરો ઉપસ્થિત હતા. એસોસિએટ પ્રોફેસર તરીકે ડો.ભાવસિંહભાઇ ડોડિયાની પસંદગી થશે તેવી સંભાવના વ્યક્ત થઇ રહી છે.
આજે નેનો સાયન્સ ભવનમાં ઇન્ટરવ્યૂ

આ વર્ષથી જ કાર્યરત થયેલ નેનો સાયન્સ ભવન માટે આજે ઇન્ટરવ્યૂ લેવાશે. પ્રોફેસરની જનરલ કેટેગરીમાં એકમાત્ર ઉમેદવાર ડો.દિલીપ કુબેરકર તથા આસિ. પ્રોફેસરની જગ્યા માટે એકમાત્ર ઉમેદવાર ભરતભાઇ કટારિયા છે. આસિ. પ્રોફેસરની SEBC કેટેગરીની 5 અને જનરલ કેટેગરીની 2 જગ્યા માટે 38 ઉમેદવારો મેદાનમાં છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો