તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટઃ કોંગી નગરસેવિકાના પૌત્રને ડેન્ગ્યુ, શહેરમાં વધુ 9 શંકાસ્પદ કેસ નોંધાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટઃ રાજકોટમાં ડેન્ગ્યુનો રોગચાળો હાહાકાર મચાવી રહ્યો છે. શહેરનો એકપણ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં મચ્છરનો ભરડો ન હોય. છેલ્લા એક જ અઠવાડિયામાં એક ડઝનથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. વોર્ડ નં.11ના કોંગી કોર્પોરેટર પારૂલબેન ડેરના પૌત્ર સૂરજને ડેન્ગ્યુ થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

રાજકોટમાં મચ્છરજન્ય અને ખાસ કરીને જીવલેણ નીવડી શકે તેવા ડેન્ગ્યુના રોગચાળાનો ભરડો ગંભીર બનતો જાય છે. વાસ્તવિકતા એ છે કે તંત્રની આ નિષ્ક્રિયતાને કારણે ડેન્ગ્યુના કેસ સતત વધતા જાય છે. સ્થિતિ એ હદે ગંભીર બની ચૂકી છે કે, શહેરની ચારેય દિશાએ એકપણ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરોનો પંજો ફેલાયેલો ન હોય. દરમિયાન વોર્ડ નં.11ના કોંગી નગરસેવિકા પારૂલબેન ડેરના પૌત્ર અને યુવક કોંગ્રેસના અગ્રણી સૂરજ ડેરને છેલ્લા એક સપ્તાહથી તાવ આવતો હતો. તબીબી પરીક્ષણમાં ડેન્ગ્યુ હોવાનું માલૂમ પડતા રૈયા ચોકડી પરની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
દરમિયાન છેલ્લા ત્રણ દિવસમાં ડેન્ગ્યુના વધુ 9 શંકાસ્પદ કેસ દેખાયા છે. મનપાની આરોગ્ય શાખાએ ડેન્ગ્યુગ્રસ્ત વિસ્તારમાં દવા છંટકાવ સહિતની કામગીરી હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...