તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબીમાં PMની સભા માટે 600 જવાનો તૈનાત, સભા સ્થળે ત્રણ હેલિપેડ તૈયાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરબી: વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહેતા મોરબીમાં રાજકીય પક્ષ ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે.પીએમ બન્યા બાદ પીએમ મોદી પ્રથમવાર મોરબી આવીને ચૂંટણી સભા ગજાવશે. પીએમ સવારે 9 વાગ્યે પોટરી ગ્રાઉન્ડમાં આવી પહોંચશે અને  સભાને સંબોધન કરશે.  સભામાં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઇ જિલ્લા પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે.


જેમાં 4 એસપી,6 ડીવાયએસપી,25 પીઆઇ,70 પીએસઆઇ એસઆરપીના જવનનો સહીત કુલ 600 પોલીસ જવાનો સભા સ્થળ અને આસપાસ કિલ્લેબંધી કરશે. સભામાં  નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પટેલ, રાજ્યમંત્રી  જયંતિ કવાડીયા સાંસદ વિનોદ ચાવડા,અને મોહન કુંડારીયા, મોરબી માળિયા, ટંકારા, વાંકાનેર, હળવદ ધ્રાંગધ્રા અને ચોટીલાના ભાજપના ઉમદેવાર હાજર રહેશે.

 

બોલિવૂડ સિંગર લોકોના મનોરંજન માટે બોલાવાયા 

 

પીએમ સભા સંબોધે એ પહેલાં હાજર લોકોના મનોરંજન માટે ભાજપ દ્વારા બોલિવૂડ સીંગર હંસરાજ હંસ અને રોકી મિત્તલને બોલાવવામાં આવ્યા છે.

 

સભા સ્થળે ત્રણ  હેલિપેડ તૈયાર


પીએમ મોદી સવારે 9 વાગ્યે હેલિકોટરથી  મોરબી આવી પહોંચશે. પોટરી મેદાન ખાતે ત્રણ હેલિપેડ તૈયાર કરાયા છે.પીએમનું હેલિપેડ પર ભાજપના અાગેવાનો   દ્વારા  સ્વાગત કરાશે અને બાદમાં સભા સ્થળે પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...