તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

4 કિલોનો બોમ્બ મૂકીને નીતિન બાવાજીના મકાનને ઊડાવી દેવાનો કારસો રચ્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ: ખોડિયારનગરમાં ટાઇમર બોમ્બ પ્લાન્ટ કરવાના ગુનામાં પકડાયેલી મહિલા રંજન ઉર્ફે અંજુ, તેના બે પુત્ર અને અંજુના ધરમના માનેલા ભાઇને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા પછી કરેલી પૂછપરછમાં આ પ્રકરણમાં ફરાર દિનેશ ગિનોયા મુખ્ય સૂત્રધાર હોવાનું ખુલ્યું છે. દિનેશે બોમ્બ બનાવવા માટે તેમજ બોમ્બ નિર્ધારિત જગ્યાએ પ્લાન્ટ કરવા માટે રૂ.10 હજાર લીધા હતા. રાજકોટ એસઓજીના અધિકારી બુધવારે સાંજે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પાસેથી ચારેય આરોપીનો કબજો મેળવ્યો હતો. ગુરુવારે ચારેયને રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવશે. સૂત્રધાર દિનેશ પકડાયા બાદ આ પ્રકરણમાં વધુ ચોંકાવનારી વિગતો બહાર આવવાની સંભાવના સૂત્રોએ વ્યક્ત કરી છે.
 
અંજુના મકાનનો કબજો લઇ લેનાર નીતિન બાવાજી સાથે વાંધા ચાલતા હતા
 
ખોડિયારનગરમાં દલપત વ્યાસના મકાન પાસેથી 14 ફેબ્રુઆરીએ ટાઇમર બોમ્બ મળી આવતા અમદાવાદ ક્રાઇમ બ્રાંચે તપાસમાં ઝુકાવ્યું હતું. બોમ્બ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલી બેટરી, જિલેટિન, ઘડિયાળ, વાયર સહિતની સામગ્રી ક્યાંથી ખરીદાઇ હતી એ અંગે એક એક કડી જોડી રહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાંચના પીઆઇ એસ.આર.ટંડેલ, પીએસઆઇ જીતેન્દ્રગીરી ગોસ્વામી, પીએસઆઇ ઉનડકટ સહિતના સ્ટાફની તપાસમાં ખોડિયારનગરમાં રહેતી રંજન ઉર્ફે અંજુ, તેના બે પુત્ર અને પ્રેમી દિનેશ શંકાના દાયરામાં આવ્યા હતા. જેના મકાન પાસે બોમ્બ મુકાયો હતો એ દલપત વ્યાસ ઉપરાંત અંજુના મકાનનો કબજો લઇ લેનાર નીતિન બાવાજી સાથે વાંધા ચાલતા હતા.
 
વાયર પુત્ર જયદીપે પોતાની દુકાનમાંથી લાવી આપ્યો હતો
 
માહિતી એકત્ર કર્યા બાદ અંજુ, તેના બે પુત્રી જયદીપ, વિકી અને જસદણના કમળાપુર ગામમાં રહેતા અંજુના ધરમના માનેલા ભાઇ પ્રવીણ ધીરુભાઇ સોલંકીને પકડી પાડ્યા હતા. પૂછપરછમાં ભાંગી પડેલી અંજુએ કબૂલાત આપી હતી કે, પ્રેમી દિનેશે બોમ્બ બનાવીને દલપતના ઘર પાસે પ્લાન્ટ કરવાના ખર્ચ પેટે રૂ.10 હજાર લીધા હતા. અંજુએ આપેલા પૈસામાંથી દિનેશ અને પ્રવીણે મોરબીમાંથી બાઇકની બેટરી,ઘડિયાળ, કમળાપુરથી પથ્થર તોડવાના 3 ટોટા,3 કેપ ખરીદી હતી. વાયર પુત્ર જયદીપે પોતાની દુકાનમાંથી લાવી આપ્યો હતો. બોમ્બ તૈયાર થઇ ગયા બાદ દિનેશ અને પ્રવીણ 13 ફેબ્રુઆરીએ રાતે બોમ્બ મૂકવા ગયા હતા.
 
દલપત વ્યાસના મકાન પાસે બોમ્બ મૂકવાનું કારણ આ હતું
 
આરોપીઓને પકડ્યા બાદ પોલીસે કરેલી અંજુની પૂછપરછમાં બહાર આવેલી વિગત મુજબ, ખોડિયારનગરમાં અંજુની માલિકીનું જે મકાન હતું એ સૂચિત હતું. દિનેશે નીતિન બાવાજીને મકાન વેચ્યા પછી પૂરા પૈસા નહીં આવતા બીજાને વેચી દીધું હતું. નીતિને 21 જાન્યુઆરીએ પ્રભાત સહિતના શખ્સોની મદદથી મકાનના તાળાં તોડીને કબજો લઇ લીધો ત્યારે દલપત વ્યાસે ખૂબ રસ લીધો હતો. આ પહેલાં અંજુનો પુત્ર વિકી આ વિસ્તારના તરુણીને ઉઠાવી ગયો ત્યારે પણ દલપત વ્યાસે રસ લીધો હોવાથી તેને સબક શીખવવા બોમ્બ પ્લાન્ટ કરવાનો ખતરનાક નિર્ણય કર્યો હતો.
અંજુના પુત્રની દુકાન બહાર લટકતા વાયરે મહત્ત્વની કડી પૂરી પાડી
 
બોમ્બ બનાવવામાં લીલા કલરનો વાયર ઉપયોગમાં લેવાયો હતો. પોલીસ શંકાના દાયરામાં આવેલા દિનેશ, અંજુને શોધી રહી હતી, અંજુના પુત્ર જયદીપે સામખિયાળી નજીક હરિપર કેરાળા ગામમાં રેડીમેઇડ ગાર્મેન્ટની દુકાન કર્યાની માહિતી મળતા પોલીસ ત્યાં પહોંચી હતી. દુકાન બંધ હતી પરંતુ, દુકાના બોર્ડ ઉપર અજવાસ માટે રખાયેલા લેમ્પનો વાયર પોલીસની અનુભવી આંખે ચડી ગયો. એ વાયર ચેક કરતા બોમ્બ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા વાયર એક સરખા હોવાનું સ્પષ્ટ થતાં દિનેશ-અંજુની સંડોવણીનો નક્કર પુરાવો મળ્યો હતો.
 
અત્યંત શાર્પ માઈન્ડ ધરાવતા દિનેેશે વાવડીમાં બોમ્બ તૈયાર કર્યો હતો
 
દિનેશ પટેલ કાલાવડ તાલુકાના બામણા ગામનો છે અને રાજકોટમાં છેલ્લા ચાર વર્ષથી રહેતો હતો અને વાવડીમાં કારખાનું પણ હતું. કુસંગત અને આર્થિક ખેંચના કારણે તે ઊંધા રવાડે ચડી ગયો હતો અને ક્રાઈમની આંટીઘૂંટીમાં સપડાયો હતો.સૂત્રધાર દિનેશે બોમ્બ બનાવવાની સામગ્રી એકઠી કર્યા બાદ મોરબીમાં વાવડી રોડ પરના ભાડાના મકાનમાં એક એક વસ્તુ જોડીને ટાઇમર બોમ્બ તૈયાર કર્યો હતો. બોમ્બ પ્લાન્ટ કર્યા પછી 3 થી 4 કલાક પછી વિસ્ફોટ થાય તે રીતે ટાઇમ સેટ કરવામાં આવ્યો હતો. ચોક્કસ કયો ટાઇમ સેટ કર્યો હતો અને વિસ્ફોટ કરવાનો હતો કે માત્ર ડરાવવાનો પ્લાન હતો એ વિગતો સૂત્રધાર દિનેશ પકડાયા પછી બહાર આવશે. દિનેશ અગાઉ ડાઈ બનાવવાનું કારખાનું ધરાવતો હતો અને ટેક્નિકલ જાણકારી હતી. તે એટલો હોંશિયાર છે કે, કોઈપણ ચીજ એક વખત જોઈ લે તો તેવી જ વસ્તુ બનાવી શકતો.
 

બામણા ગામના દિનેશ પટેલને રાજકોટમાં કારખાનું પણ હતું

સૂત્રોએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, દિનેશ પટેલે રિક્ષા ચલાવવાનો ધંધો કરતા નીતિન ગોરધનભાઈ બાવાજીને પાંચ લાખ રૂપિયામાં મકાન વેચ્યું હતું. જેના પેટે અઢી લાખ રૂપિયા એડવાન્સ લીધા હતા. આ મકાનનો સોદો પતે તે પહેલાં દિનેશ પટેલે ભગવાનજીભાઈ આહીર નામના વ્યક્તિ સાથે મકાનનો સોદો કરીને મકાનના બદલામાં ગોંડલ રોડ પર પરિન ફર્નિચરની પાછળ એક ફ્લેટ લીધો હતો. દિનેશ, તેની કહેવાતી પત્ની અંજુ અને બે બાળકો મકાનને તાળાં મારીને ભાગી છૂટ્યા બાદ આ મકાન ભાડેથી આપી દેવાયું હતું. જો કે નીતિનભાઈ બાવાજી ગત 28 જાન્યુઆરીએ પત્ની, બે બાળકો અને નાનાભાઈ સાથે આ મકાનમાં રહેવા આવી ગયા હતા. ત્યારબાદ 14 ફેબ્રુઆરીએ બોમ્બ પ્લાન્ટ કરાયાની ઘટના બની હતી. આમ દિનેશ પટેલનો પ્લાન દલપતભાઈ વ્યાસનું મકાન નહીં, પરંતુ નીતિન બાવાજીનું મકાન બ્લાસ્ટ કરવાનો પ્લાન હતો.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, દિનેશની કહેવાતી પત્નીએ અગાઉ ગરાસિયા શખ્સ સાથે લગ્ન કર્યા હતા.... (તસવીરો: રવિ ગોંડલિયા, રાજકોટ)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો