તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જસદણ: સરકારી હોસ્પિટલમાં બાળકી 10 કલાક કણસતી રહી, સારવારના અભાવે મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસદણ: રાજ્ય સરકાર એક બાજુ બેટી બચાવોની મસમોટી જાહેરાતો કરી રહી છે ત્યારે જસદણની સરકારી હોસ્પિટલમાં નવજાત બાળકીને યોગ્ય સારવાર ન અપાતા બાળકી મોતને ભેટી હતી.બાળકીના જન્મ બાદ દસ કલાક સુધી બાળકી રડતી રહી અને એક પણ ડોક્ટર ન ફરકતા બાળકી મોતને ભેટી હતી. અધૂરામાં પુરૂ હોય તેમ મૃતક બાળાને ઘરે લઇ જવા માટે પણ ડોક્ટરો દ્વારા એમ્બ્યુલન્સની સુવિધા ન અપાતા ગરીબ પરિવારજનો મૃતક બાળકીને રિક્ષામાં લઇ ગયા હતા.
સરકારી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની સુવિધા પણ ન મળતા મૃતદેહ રિક્ષામાં લઇ જવાયો

જસદણ તાલુકાના શિવરાજપુર ગામે રહેતા અનિલભાઈ રાઠોડની પત્ની સોનલબેનને જસદણની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. મંગળવારે તેમણે બાળકીને જન્મ આપ્યો હતો. ડીલેવરી કરનાર પિનલબેન પટેલે આ બાળકીને પગમાં ખોટ હોય તેવું લાગી રહ્યું છે જેથી તમે તેને ખાનગી હોસ્પીટલમાં લઇ જવા કહ્યું હતું.બાળકીને લઇ આ પરિવાર ત્રણ ખાનગી હોસ્પિટલમાં ગયા હતા. પણ તમામ સ્થળે ડોક્ટરો હાજર ન હોય આ પરિવાર બાળકીને આખરે ફરીથી સરકારી હોસ્પિટલમાં લાવ્યો હતો પણ ત્યારે કોઈજ ડોક્ટર હાજર ન હોવાથી આખી રાત બાળકી રડતી રહી આખરે સવારે બાળકીએ આખરી શ્વાસ લીધા હતા. એટલુ જ નહીં મૃતક બાળકીને ઘરે લઇ જવા માટે એમ્બ્યુલન્સ જેવી કોઈજ સુવિધા ન આપતા પરિવાર મૃતક બાળકીને રિક્ષામાં લઇ ગયો હતો.

અમે બાળકીને રાજકોટ લઇ જવા કહ્યું હતું : ડોક્ટર

નવજાત બાળકીને તેના વાલીઓ ફરી હોસ્પિટલે લાવ્યા ત્યારે હું હાજર હતો.તેમને મેં બાળકીને રાજકોટ હોસ્પિટલે ખસેડવા કહ્યું હતું. અને તે માટે એમ્બ્યુલન્સ આપવાની તૈયારી બતાવી હતી. પણ બાળકીના સગાઓ સવારે રાજકોટ જશે એમ કહી હોસ્પિટલમાં રોકાયા હતા. સવારે મેં બાળકીને ફરી તપાસી ત્યારે તે મૃત્યુ પામી હતી. એ બાળકીને ચા પીવડાવી હોવાનું તેના પરિવારજનોએ જણાવ્યું હતું. પણ બાળકીના મોઢામાં ગોળ હોય એવું મને લાગ્યું હતું. સરકારી ધારાધોરણ મુજબ દર્દીને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવાના હોય તો એમ્બ્યુલન્સ આપવામાં આવે છે. નવજાત બાળકને ઘરે મુકવા માટે કિલકિલાટ યોજના હેઠળ વાહન ફાળવવામાં આવે છે પણ મૃતદેહ માટે એમ્બ્યુલન્સ આપી શકાતી નથી. - ડો. મૈત્રી, આરએફઓ, જસદણ સરકારી હોસ્પિટલ
વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો