તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જંગવડમાં જૂની અદાવતમાં યુવાન પર છ શખ્સનો હુમલો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જસદણઃ જસદણ તાલુકાના જંગવડ ગામે જૂની અદાવતમાં પટેલ યુવાન પર છ આહીર શખ્સોએ બુધવાર રાત્રે હુમલો કર્યો હતો. જેમા ઘવાયેલા યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે જ્યારે બનાવના પગલે જંગવડ ગામ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું.
યુવાનને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

જંગવડ ગામમાં દસ વર્ષ પૂર્વે ભાજપના આગેવાન તુલસીભગત નામના વ્યક્તિની આહીર શખ્સોએ હત્યા કરી હતી આ બનાવ બાબતે ફરીવાર વાકું પડતાં બુધવારે રાત્રે જયેશ નભોયા નામના યુવાન પર છ શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવાનને મરણતોલ માર મરાતા ઘવાયેલો યુવાનને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.

પટેલ યુવાને પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં શોભરાજ આહીર, વિક્રમ આહીર, નિકુંજ આહીર, વનરાજ આહીર બે અજાણ્યા શખ્સોએ ધારિયા,પાઇપ, તલવાર જેવા ઘાતક હથિયાર વડે હુમલો કર્યાની ફરિયાદના પગલે જંગવડમાં હાલ પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. જંગવડમાં આહીર અને પટેલ સમાજ વચ્ચે વર્ષોથી સ્થાનિક રાજકારણમાં ગરમાગરમી રહી છે. જંગવડમાં આ અગાઉ પણ બે સમાજ વચ્ચે ધીંગાણા ખેલાયાના બનાવો બન્યા છે. ભાજપના આગેવાન તુલસીભગતની હત્યા થઇ ત્યારે ગામમાં લાંબા સમય સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દસ વર્ષ બાદ ફરી જૂની અદાવતમાં યુવાન પર હુમલો થતાં હાલ આ બનાવ પણ ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે.

રાજકોટ જિલ્લામાં બુધવારે અરણી ગામે દંપતી પર શેઢા પર વાવવા જેવી નાની એવી બાબતમાં બે શખ્સોએ હુમલો કર્યો હતો જેમાં મહિલાનું મોત નીપજ્યું હતું, જેના બીજા જ દિવસે જસદણ તાલુકાના જંગવડમાં બનેલા આ બનાવે દલિતોના અત્યાચાર મુદે પોલીસ દોડી રહી છે, છતાં પણ કાયદો અને વ્યવસ્થાની જાળવણી બાબતે અનેક પ્રશ્નો સર્જી દીધા છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો