તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંકાનેરમાં દિવ્યાંગ બાળકોની જિંદગી સંવારી રહ્યું છે વાત્સલ્ય મંદિર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાંકાનેર: વાંકાનેર સ્થિત ગાયત્રી પરિવાર દ્વારા છેલ્લા ચાર વર્ષથી શરૂ કરેલું દિવ્યાંગ બાળકો માટેનું વાત્સલ્ય મંદિર કે જે ખરા અર્થમાં બાળકોને વાત્સલ્ય આપી માત્ર જ્ઞાનની જ નહીં, પરંતુ તેના સર્વાંગી વિકાસ કરવામાં સતત પ્રયત્નશીલ રહ્યું છે. આ મંદિરમાં પોતાના બાળકોને વિકસતા જોઇને મા-બાપ અને સમાજ અચંબિત થયો છે.
સમાજ જેને અપનાવતા ખચવાટ અનુભવે છે

1999માં શક્તિપીઠમાં આસપાસના ગરીબ બાળકો માટે ફ્રી જ્ઞાનયજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો. શક્તિપીઠના પાયાના અને અડીખમ પથ્થર એવા અશ્વિનભાઈ રાવલને નવો વિચાર ઉદ્વભવ્યો કે આ સામાન્ય બાળકો બાબતે તેમનો સંકલ્પ, પ્રયાસ સફળ થઇ રહ્યો છે. સમાજ જેને અપનાવવામાં જે ખચકાટ અનુભવે છે તેમને આમણે ખુશીથી અપનાવ્યા છે.
55 બાળકોને એકઠા કરી તેના પરીવારને બોલાવી પોતાના પ્રયત્ન વિશે જણાવ્યું. 27 જૂન 2012ના રોજ ઘાસના ગોડાઉનમાં શરૂ થયું એક અનોખું વાત્સલય મંદિર. જેમાં 55 દિવ્યાંગ બાળકોને શક્તિ પીઠની જ ગાડી તેઓના ઘરેથી લઇ જતી અને અહીંયા પ્રાર્થના કરીને નાસ્તો તેમજ પ્રાથમિક જ્ઞાન આપવાનું શરૂ કર્યું, બપોરે જમાડી તેઓના ઘરે મુકવા જતા. જે બાળકો પોતાના કાર્યો માટે પરિવારના સભ્યો પર આશ્રિત હતા, તે હવે સ્વનિર્ભર થવા મંડ્યા. પરિવારની સાથોસાથ બાળકોના વિકાસને સમાજના શ્રેષ્ઠીઓ-દાતાઓએ જોતા ઘાસના ગોડાઉનને બદલે બાળકો માટે 8 અદ્યતન રૂમવાળી શાળાનું નિર્માણ વનિતાબેન શાહ પરિવારે કરાવી આપ્યું.
વાત્સલ્ય મંદિરના સ્વપ્ન દૃષ્ટા

શક્તિ પીઠના અશ્વિનબાવા વિચારી રહ્યા છે કે જો દાતાઓની મહેરબાની રહી તો અમુક જે નિરાશ્રિત આવા દિવ્યાંગ બાળકો છે તેના માટે નિવાસી વાત્સલ્ય મંદિર નું નિર્માણ કરવું છે, વિશ્વાસ પણ છે કે મા ગાયત્રી અને ડુંગરાવાડીના આશીર્વાદથી આ સ્વપ્ન પણ સાકાર થાય.

એક બાળક આ વર્ષે આપશે ધો.10 ની પરીક્ષા

વાત્સલ્ય મંદિરમાં અભ્યાસ કરતા 56 બાળકો પૈકી એક બાળક હાલમાં એટલું તેજસ્વી બની ગયું છે કે આ સંસ્થા થકી આ વર્ષે ધો. 10 ની બોર્ડ ની પરીક્ષામાં પણ બેસી પોતાનો વિકાસ સમાજને દેખાડશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો