રાજકોટમાં યુવાને યુવતીને જીમમાં બોલાવી શટર બંધ કરી ઢોર માર મારી આચર્યું દુષ્કર્મ

જીમમાં બોલાવી યુવતી સાથે આચર્યું દુષ્કર્મ
જીમમાં બોલાવી યુવતી સાથે આચર્યું દુષ્કર્મ

DivyaBhaskar.com

Nov 10, 2018, 05:04 PM IST

રાજકોટ: શહેરમાં દિન પ્રતિદિન દુષ્કર્મના કેસોમાં વધારો થતો જાય છે. ત્યારે દુષ્કર્મનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં અંકિત પરમાર નામના યુવાને યુવતી સાથે ફેસબુક અને વોટ્સઅપમાં મિત્રતા કેળવી હતી. બાદમાં લગ્નની લાલચ આપી હતી. યુવતીને જીમમાં બોલાવી શટર બંધ કરી ઢોર માર મારી દુષ્કર્મ આચર્યું હતું.

ફોટો-વીડિયો વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી

દુષ્કર્મ આચરી અંકિતે કોઇને કહીશ તો યુવતીના ફોટો અને વીડિયો વાઇરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ વોટ્સઅપમાં બીભત્સ ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે પણ યુવતીને અપમાનિત કરતો હતો. અંકિત ઢેબર રોડ પર એપી ફિટનેસ સેન્ટર ચલાવે છે. યુવતીએ આ અંગેની એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

યુવતીએ ફરિયાદમાં શું જણાવ્યું

યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મિત્રતા થઇ ત્યારે જ પોતે અનુસુચિત જ્ઞાતિની હોવાનું અંકિતને જણાવી દીધુ હતું. આમ છતાં તેણે પોતે લગ્ન કરી લેશે તેવું વચન આપી વિશ્વાસ સ્થાપિત કર્યા બાદ જીમ ખાતે મળવા બોલાવી હતી. બાદમાં જીમનું શટર બંધ કરી ગોંધી રાખી શરીરે પેટ અને પગે પાટા મારી તેમજ નાક પર અને ઘુંટણ પર ઇજા કરી વોશરૂમમાં ઢસડી જઇ મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજાર્યો હતો.

ગોંડલમાં ફટાકડાથી આગ લાગતા ગેરેજ બહાર પડેલા 7 બાઇકો થયા ભસ્મિભૂત

X
જીમમાં બોલાવી યુવતી સાથે આચર્યું દુષ્કર્મજીમમાં બોલાવી યુવતી સાથે આચર્યું દુષ્કર્મ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી