રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા ભોળાભાઈને જસદણ પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી મળી શકે છે ટિકિટ

ભોળાભાઇ ગોહેલને મળી શકે છે ટિકિટ
ભોળાભાઇ ગોહેલને મળી શકે છે ટિકિટ

DivyaBhaskar.com

Nov 10, 2018, 03:15 PM IST

રાજકોટ: જસદણના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળિયા કોંગ્રેસમાંથી ભાજપમાં ભળતા આ બેઠક પર પેટા ચૂંટણી યોજાનાર છે. જેમાં રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનાર જસદણના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઇ ગોહેલને કોંગ્રેસમાંથી ટિકિટ મળે શકે તેમ છે. આ સિવાય અવસરભાઇ નાકિયા પણ ટિકિટના પ્રબળ દાવેદાર છે. આ બન્નેમાંથી કોંગ્રેસ કોને ટિકિટ આપે છે તે પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવે ત્યારે જ બહાર આવશે.

સોમવારે ચૂંટણી પંચ ચૂંટણીની તારીખ જાહેર કરે તેવી શક્યતા

જસદણ પેટા ચૂંટણીની તારીખ ચૂંટણી પંચ આગામી સોમવારે જાહેર કરે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આગામી 7 અથવા 9 ડિસેમ્બરના રોજ મતદાન થઇ શકે છે અને 11 ડિસેમ્બરના રોજ મતગણતરી થઇ શકે છે. ભાજપ માઇક્રો પ્લાનિંગ સાથે ચાલી રહ્યું છે. ત્યારે કોંગ્રેસમાં ઉમેદવારને લઇને જૂથવાદ ચાલી રહ્યો છે. જસદણમાં સંઘના જૂના જોગી અને જસદણ ભાજપના પૂર્વ પ્રમુખ ગજેન્દ્ર રામાણી કોંગ્રેસમાં જોડાતા ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે.

ઉના: પીધેલી હાલતમાં 4 શખ્સોએ જાતિ પ્રત્યે ટિપ્પણી કરી 3 યુવકોને માર્યો માર, વીડિયો Viral

X
ભોળાભાઇ ગોહેલને મળી શકે છે ટિકિટભોળાભાઇ ગોહેલને મળી શકે છે ટિકિટ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી