હ્યુમન સ્પેસ ફ્લાઈટ ડે / રાજકોટમાં ભાસ્કરે મેળવી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી પ્રસારિત કરાયેલી બે જીવંત એસએસટીવી તસવીરો

Two live SSTV photos broadcast from Bhaskar International Space Station in Rajkot

  • ગુજરાતના આકાશમાંથી આઈએસએસ પસાર થાય ત્યારે નજારો નિહાળતી વખતે જ તસવીર ઝીલવાનું ખાસ આયોજન કરાયું
     

divyabhaskar.com

Apr 13, 2019, 01:33 AM IST

સુજિત બોઝ (રાજકોટ) : એક ફૂટબોલના મેદાન જેટલી લંબાઇ, 450 ટનનું વજન ધરાવતું અને 32,333 ઘનફૂટનુ કદ ધરાવતું ઇન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન જ્યારે શુક્રવારે સાંજે ગુજરાત પરથી આકાશમાં અંદાજીત 408 કિમીની ઉંચાઇએથી ધસમસતું પસાર થયુ ત્યારે તેને નરી આંખે નિહાળનારાઓ ભારે રોમાંચીત થઇ ગયા હતા.
રાજકોટમાં તો ખગોળ જીજ્ઞાસુઓ દ્વારા આ માટે ઈન્ટરનેશનલ હ્યુમન સ્પેસ ફ્લાઈટ ડે નિમિત્તે એક અનોખી ઇવેન્ટ પણ યોજી અને તેને સફળ રીતે પાર પાડી હતી. સ્પેસ સ્ટેશનને રાજકોટના આકાશમાંથી પસાર થતા નરી આંખે નિહાળતી વખતે તેમાથી ટ્રાંસમીટ થયેલી તસવીરોને જીવંત ઝીલવામાં આવી હતી. ભાસ્કર માટે આ ચેલેન્જ સફળતા પુર્વક પાર પાડનારા રાજકોટના હેમ ઓપરેટર રાજેશ વાગડીયા કહે છે કે,‘ISSમાંથી ટ્રાંસમીટ થતી ફોર્મેટ ઓડીટો સીગ્નલ્સ સ્વરૂપે હોય છે. આ અેસએસટીવી (સ્લો સ્કેન ટેલિવિઝન) ફોર્મેટને હેમ રેડીયો ઉપકરણો દ્વારા ઇમેજીસમા રૂપાંતરીક કરાઈ છે. આકાશમાં સાંજે 7:29:19 વાગ્યાથી સ્પેસ સેન્ટર દેખાવાનુ શરૂ થયો જે સતત 6.7 મિનીટ સુધી લોકોને મંત્રમુગ્ધ કરતો રહ્યો.
રાજકોટ પોલીસે પણ પ્રયોગમાં રસ દાખવ્યો
ખગોળ વિજ્ઞાનના પ્રયોગમાં હેમ રેડીયોની મહત્વ સમજાવવા માટે રાજકોટના પોલીસ કમિશનરે પણ રસ દાખવ્યો હતો. તેમણે પોતાના વિભાગના રસ ઘરાવતા સ્ટાફ તેમજ પોલીસ પરીવારના બાળકોને ખાસ આ તકનો લાભ અપાવ્યો હતો. આ ઉપરાંત જીજ્ઞાસુ વિદ્યાર્થીઓ પણ આ ખગોળીય પ્રયોગમાં ખાસ ઉપસ્થિત રહીને હેમ રેડિયોની વિગતો મેળવી હતી. રાજકોટમાં ઉનાળુ વેકેશન દરમિયાન હેમ રેડિયો હોબી તરીકે કેમ વિકસાવવું તેની શિબિરો યોજાશે.
X
Two live SSTV photos broadcast from Bhaskar International Space Station in Rajkot
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી