લંપટ પ્રોફેસર / રાજકોટમાં પ્રોફેસરે વિદ્યાર્થિનીને કહ્યું, ‘તારે પાસ થવું હોય તો મારી સાથે દીવમાં હોટેલમાં રોકાવું પડશે’

પ્રોફેસર પંચાલ પર અગાઉથી યૌન શોષણના કેસ ચાલે છે
પ્રોફેસર પંચાલ પર અગાઉથી યૌન શોષણના કેસ ચાલે છે
X
પ્રોફેસર પંચાલ પર અગાઉથી યૌન શોષણના કેસ ચાલે છેપ્રોફેસર પંચાલ પર અગાઉથી યૌન શોષણના કેસ ચાલે છે

 

  • નિવૃત્ત જજના વડપણ હેઠળ નિમાયેલી કમિટીએ વધુ એક વિદ્યાર્થિનીનું નિવેદન લીધું
  • લંપટ પ્રોફેસર પંચાલની હાજરીમાં ભોગ બનનારે કમિટી સમક્ષ એક-એક ક્ષણની વિગતો જણાવી
  • જવાબ આપવા માટે પંચાલે 30 દિવસનો સમય માગ્યો, કમિટીએ 15 દી’માં ખુલાસો કરવા કહ્યું

divyabhaskar.com

Jan 12, 2019, 09:13 AM IST
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ ભવનમાંથી સસ્પેન્ડ કરી દેવાયેલા પ્રોફેસર પંચાલ સામે ચાલી રહેલી તપાસમાં શુક્રવારે વધુ અેક પીએચડીની વિદ્યાર્થિનીએ નિવેદન આપ્યું હતું. નિવૃત્ત જજના વડપણ હેઠળ નિમાયેલી કમિટી સમક્ષ નિવેદન આપવા વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે, વર્ષ 2014માં પ્રોફેસર પંચાલે એવું કહ્યું હતું કે, જો તારે પીએચડીમાં પાસ થવું હશે તો મારી સાથે દીવ આવવું પડશે અને હોટેલમાં પણ રોકાવવું પડશે. નિવેદન સમયે કમિટીના તમામ મેમ્બર હાજર રહ્યા હતા.
1. પ્રોફેસરને તાકિદની અસરથી ઘર ભેગો કરી દેવાયો
પ્રોફેસર પંચાલ સામે એક પીએચડીની વિદ્યાર્થિનીએ આધાર પુરાવા સાથે ફરિયાદ કર્યા બાદ પ્રોફેસરને તાકિદની અસરથી ઘર ભેગો કરી દેવાયો હતો અને નિવૃત્ત જજ દિનેશ ત્રિવેદીના વડપણ હેઠળ કમિટીની રચના કરવામાં આવી હતી. અન્ય એક વિદ્યાર્થિની પણ પ્રોફેસરની કામૂક હરકતોના કારણે અભ્યાસ અધવચ્ચેથી છોડી ગયાની વિગતો સામે આવતા શુક્રવારે આ વિદ્યાર્થિનીને પણ બોલાવવામાં આવી હતી. 
 
2. પ્રોફેસરે વિદ્યાર્થિનીને દરિયામાં ન્હાવા માટે દબાણ કર્યું હતું
વિદ્યાર્થિની પુછપરછમાં એવું બહાર આવ્યું હતું કે, વિદ્યાર્થિનીએ અલગ-અલગ પ્લાન્ટના નમૂના લેવાના હતા. આ માટે તેને દીવ જવા જણાવાયું હતું. વિદ્યાર્થિની બસમાં દીવ ગઈ હતી. પ્રોફેસર પંચાલ અચાનક જ કારમાં દીવ ગયો હતો અને વિદ્યાર્થિનીને પોતાની કારમાં ધરારથી આગલી સીટમાં બેસાડી નાગવા બીચ ગયો હતો અને ત્યાં દરિયામાં ન્હાવા માટે દબાણ કર્યું હતું. જો કે, વિદ્યાર્થિની ટસની મસ ન થતાં પ્રોફેસર પંચાલે એવી ચિમકી આપી હતી કે, હાલ તો તું એકપણ પ્લાન્ટનો નમૂનો લઈ શકી નથી. આથી હવે પછી તારે મારી કારમાં દીવ આવવું પડશે અને હોટેલમાં પણ રોકાવવું પડશે.
3. પ્રોફેસરને ખુલાસો કરવા 15 દિવસનો સમય અપાયો
આ ઘટના અંગે વિદ્યાર્થીનીએ તેના પિતાને દીવથી જ ફોન કરીને જાણ કરતા પીએચડીનો અભ્યાસ અધવચ્ચેથી જ છોડાવી દેવાયો હતો અને પ્રોફેસર પંચાલ સામે સેક્સ્યુઅલ હેરસમેન્ટના આક્ષેપ થતાં આ વિદ્યાર્થિનીએ પણ હિંમત દાખવીને ત્રણ વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ફરિયાદ કર્યા બાદ અંતે કમિટીના સભ્યોએ શુક્રવારે વિદ્યાર્થિનીનું નિવેદન લીધું હતું અને પંચાલનો ખુલાસો પૂછ્યો હતો. જો કે, તેને 15 દિવસનો સમય અપાયો હતો.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી