ફી નિર્ધારણ/ રાજકોટમાં ફી નિર્ધારણ સમિતિની લાલ આંખ, 50 લાખથી 2.50 લાખની ફી પરત કરવાના આદેશ

Divyabhaskar.com

Dec 08, 2018, 02:25 AM IST
The fees prescribed by the fee-fixing committee schools in Rajkot is to return the fee

*રાજકુમાર કોલેજે રૂપિયા 2.5 કરોડ, નિર્મલા કોન્વેન્ટ 75 લાખ અને આત્મીય ગ્રૂપે 35 લાખ વિદ્યાર્થીઓને પરત આપવા પડશે

* પોધર સ્કૂલમાં 4 થી 5 હજારનો ઘટાડો થશે

* નૉર્થ સ્ટાર સ્કૂલની ફીમાં 65 હજારથી 1.20 લાખ સુધીનો ધટાડો

* આત્મીય સ્કૂલને 35 લાખનું રીફન્ડ આપવા હુકમ

રાજકોટઃ રાજ્ય સરકારે ફી નિર્ધારણનો કાયદો ઘડ્યા બાદ તેની અમલવારીમાં લાંબી કાનૂની લડાઇ બાદ સુપ્રીમ કોર્ટના આદેશના પગલે ફી નિર્ધારણની કામગીરી ફરી શરૂ કરાઇ હતી અને ત્યારબાદ ખાનગી સ્કૂલોના સંચાલકોએ સૌરાષ્ટ્ર ઝોનની ફી નિર્ધારણ કમિટી સમક્ષ પોતાની દરખાસ્ત કરી હતી જેમાંથી 35 ખાનગી સ્કૂલોની ફી નક્કી કરાઇ પણ કેટલી ફી રાખવામાં આવી તે જાહેર ન કરી ફી નિર્ધારણ કમિટીના ચેરમેન અને સભ્યોએ ખાનગી સ્કૂલ સંચાલકોની ‘લાજ’ કાઢી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. ફી નિર્ધારણ કમિટીના ચેરમેનના મનસ્વી વલણના કારણે હજુ સુધી એકપણ વાલીને વધારાની ફી પરત મળી નથી અને કઇ સ્કૂલની કયાં ધોરણની કેટલી ફી છે તે જાણવા ન મળતા તેમની પાસેથી ઉઘાડી લૂંટ ચાલુ રહેશે તેવી સ્થિતિ સર્જાઇ છે.


રાજ્ય સરકાર દ્વારા ફી નિર્ધારણ કમિટીની રચના કરાઇ ત્યારે તેના દ્વારા પારદર્શક વહીવટ કરવામાં આવશે અને જે ફી નક્કી કરાશે તેની સત્તાવાર જાહેરાત ફી નિર્ધારણ કમિટી દ્વારા કરાશે તેવી જાહેરાત કરાયા બાદ એફઆરસીએ ફીની વિગત જાહેર કરવાના બદલે ફીની માહિતી છૂપાવતા તેમની નિષ્ઠા અંગે અનેક સવાલો ઊઠ્યા છે.


કમિટીએ શુક્રવારે જાહેર કરેલી માહિતી મુજબ અત્યાર સુધીમાં નોર્થ સ્ટાર સ્કૂલ, રાજકુમાર કોલેજ, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, સનફલાવર સ્કૂલ, શુભમ સ્કૂલ, શ્રી હરી સ્કૂલ, બી.કે.ઇંગ્લીશ સ્કૂલ, આર્ય વિદ્યાપીઠ, સેન્ટમેરી સ્કૂલ ગોંડલ, સર્વેશ્વર વિદ્યામંદિર, આત્મીય સ્કૂલ ઓફ સાયન્સ, આત્મીય શિશુ વિદ્યામંદિર, સુહાર્દ બાલમંદિર સહિત 35 શાળાઓનું ફી નિર્ધારણ કરવામાં આવ્યું છે. તો શા માટે માત્ર 13 સ્કૂલોના નામ જ જાહેર કરાયા, બાકીની 22 સ્કૂલો કઇ છે જેની ફી નિર્ધારણ કરાયું છે, કેટલું ફી નિર્ધારણ કરાયું છે સહિતની વિગતો એફઆરસીએ જાહેર ન કરતા તેની કામ કરવાની પધ્ધતિ સામે શંકાની સોય ઊભી થઇ છે.

એકમાત્ર નોર્થ સ્ટાર સ્કૂલની અધૂરી વિગતો જાહેર કરવામાં આવી છે જેમાં નોર્થ સ્ટાર સ્કૂલના સંચાલકોએ રૂ.2 થી 3 લાખની ફી માટે દરખાસ્ત કરી હતી અને તેમાંથી રૂ.1.35 લાખથી માંડીને રૂ.1.80 લાખની ફી નક્કી કરવામાં આવી છે. પરંતુ તેમાં પણ કયાં ધોરણની કેટલી ફી તે જાહેર કરાઈ નથી.


એફઆરસીએ રાજકુમાર કોલેજને 500 વિદ્યાર્થીઓને રૂ.50 હજાર લેખે રૂ.2.50 કરોડ, નિર્મલા કોન્વેન્ટને રૂ.75 લાખ, અને આત્મયી ગ્રૂપને રૂ.35 લાખ રીફંડ આપવા આદેશ કર્યો છે. જ્યારે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની ફીમાં રૂ.4 થી 5 હજારનો ઘટાડો કરાયાનું જણાવ્યું છે. ટીએન રાવ સ્કૂલની પ્રપોઝ્ડ ફીમાં ઘટાડો કરાતા રૂ.65 લાખની ફી ઘટ્યાનું એફઆરસીએ જાહેર કર્યું છે.

ફી નિર્ધારણ કરેલી સ્કૂલો

* પોદાર ઇન્ટરનેશનલ

* સનફલાવર સ્કૂલ

* સુભમ સ્કૂલ

* શ્રી હરિ સ્કૂલ

* બી.કે.ઈંગ્લીશ સ્કૂલ

* રાજમંદિર માધ્યમિક સ્કૂલ

* ટાઈમ્સ સ્કૂલ

* અક્ષર સ્કૂલ

* સાગર પ્રાઈમરી સ્કૂલ

* ઘ લોટસ ઈંગ્લીશ સ્કૂલ

* આર્ય વિદ્યાપીઠ

* સેંટ મેરી સ્કૂલ ગોંડલ

* સર્વેશ્વર વિદ્યામંદિર

* આત્મીય સ્કૂલ ઓફ સાયન્સ

* આત્મીય શિશું વિદ્યામંદિર

* સુહાર્દ બાલમંદિર

X
The fees prescribed by the fee-fixing committee schools in Rajkot is to return the fee
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી