Home » Saurashtra » Latest News » Rajkot City » Shyam Rajani arrested for stealing government drug in Rajkot

રાજકોટમાં સરકારી દવા ચોરીના મુદ્દે શ્યામ રાજાણીની ધરપકડ

Divyabhaskar.com | Updated - Jan 12, 2019, 01:41 AM

  • Shyam Rajani arrested for stealing government drug in Rajkot
    રાજકોટ: લાઇફકેર હોસ્પિટલમાંથી રૂા.28 હજારની કિંમતની સરકારી દવાનો જથ્થો મળી આવ્યો હતો. આ દવા સિવિલ હોસ્પિટલમાંથી ચોરી થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. શ્યામનો પિતા હેમત રાજાણી સિવિલ હોસ્પિટલમાં જ નોકરી કરતો હોવાથી હેમત દવાનો જથ્થો પુત્રની હોસ્પિટલ માટે ચોરી લાવ્યાની શંકાઓ ઊઠી હતી. પોલીસે આ અંગે જિલ્લા આરોગ્ય વિભાગના એકેડેમિક ઓફિસર નિલેશ રાઠોડની ફરિયાદ પરથી શ્યામ રાજાણી સામે સરકારી દવાની ચોરીનો ગુનો નોંધ્યો હતો અને તેમાં શકદાર આરોપી તરીકે હેમત રાજાણીને પણ દર્શાવવામાં આવ્યો હતો.

  • પૂર્વ પત્ની કરિશ્મા દવા ચોરી લાવ્યાની વાત કરી હતી
    1.દવા ચોરીના કેસમાં બી.ડિવિઝનના પીઆઇ ઠાકર સહિતના સ્ટાફે શ્યામ રાજાણીનો શુક્રવારે જેલમાંથી કબજો મેળવ્યો હતો. તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું કે, શ્યામે કેફિયત આપી હતી કે તેની પૂર્વ પત્ની કરિશ્મા દવા ચોરી લાવ્યાની વાત કરી હતી. પરંતુ તે પોલીસને ગળે ઊતરી ન હતી. દવા ચોરીની પ્રક્રિયા પૂરી થયા બાદ શ્યામ સામે એમબીબીએસની બોગસ ડિગ્રીનો પણ ગુનો નોંધાશે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ