- નિષ્ણાત મુજબ સ્ટ્રક્ચર છોડી ડ્રેજિંગ કરાતા કાંપ દૂર કરી શકાશે નહીં
- નિયમ મુજબ બ્રિજથી બંને તરફ 400 મીટરનો એરિયા છોડવો પડે
એક્સપર્ટ કહે છે, ડિસિલ્ટિંગથી બ્રિજને નુકસાન
1.પર્યાવરણવિદ્ એમ.એસ.એચ શેખ કહે છે કે કોઝવેથી લઇને ડાઉન સ્ટ્રીમમાં ઘણાં સ્ટ્રકચર ઊભા થઈ ગયા છે. આથી ડિસિલ્ટિંગ વખતે ઘણી જ તકેદારી રાખવાની જરૂર છે. કાંપ કુદરતી રીતે જમા થાય છે અને પછી કુદરતી રીતે જ દુર થતો હોય છે. જો મશીનરી વાપરીને તેને દુર કરવાનો પ્રયાસ કરવામાં આવે અને તેમાં કામગીરી આડેધડ થાય તો સ્ટ્રકચરને નુકશાન થઈ શકે છે. ડિસિલ્ટિંગના પણ અનેક નિયમો છે. જેમાં બ્રિજથી બંને તરફ 300 થી 400 મીટરનો એરિયા છોડી દેવો પડે છે. જો ડાઉન સ્ટ્રીમમાં સ્થિતિ જોઇએ તો 400 મીટર પણનો વિસ્તાર છોડવામાં આવે તો ડ્રેજિંગ થશે ક્યાં એ એક સવાલ છે. કેમકે કોઝવેથી થોડા દુર જ જીલાની બ્રિજ છે અને ત્યારબાદ તો કેબલ સ્ટેઇડ બ્રિજ સુધી એવી સ્થિતિ છે કે એક પછી એક બ્રિજ આવે છે.
હવે ઉપાય શું?
2.પર્યાવરણવિદ્ શેખ કહે છે કે ડ્રેજિંગ તો બ્રિજ બન્યા અગાઉ જ કરવાનું હતું. કોઝવે બન્યા બાદ મોટાભાગના બ્રિજ બન્યાં છે, અને અગાઉથી જાણકારી હતી કે જ પાણીનો પ્રવાહ રોકાતા સિલ્ટિંગ થઇ શકે છે. હવે તો ડ્રેજિંગ માટે સરફેસ સિલ્ટ રિમુવલ પધ્ધતિનો ઉપયોગ કરવો પડે. જેમાં નદીની સપાટી એક સરખી રાખી 3 મીટર ખોદી કાંપ દુર કરી શકાય. દરિયાઈ ડ્રેજિંગની રીતે નહીં પણ સાદી માટી દુર કરવાની રીતનો ઉપયોગ કરવો પડે.
23 કિમીમાં રેતીખનન માટે 5 દિવસમાં 60 અરજી આવી!
3.કોઝ-વેથી ઉપરવાસના 23 કિમીમાં તાપીમાં રેતીખનન માટે રાજકોટની કંપનીને અપાયેલો કોન્ટ્રાક્ટ રદ થયા બાદ સરકારે ઓનલાઇન અરજી મંગાવતા માત્ર પાંચ જ દિવસમાં 60 લોકોએ અરજી કરી છે.