Home » Saurashtra » Latest News » Rajkot City » Rajkot Program Govt., Asaram was marketed

રાજકોટમાં કાર્યક્રમ સરકારી, આસારામનું માર્કેટિંગ થયું

Divyabhaskar.com | Updated - Jan 12, 2019, 01:13 AM

  • Rajkot Program Govt., Asaram was marketed
    રાજકોટ: જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ વિવાદાસ્પદ આસારામ બાપુના આશ્રમમાં ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકોની ‘યોગ અને પ્રાણાયામ’ની શિબિર રાખ્યા બાદ અનેક વિવાદોએ જન્મ લીધો છે અને આટલું ઓછું હોય તેમ ગુરૂવારે યોગના પાઠ ભણાવતા આસારામ બાપુના આશ્રમના યોગાચાર્યએ ‘બાપુનું એટલુ સત છે કે આજે જેલમાં છે છતાં તમામ આશ્રમ ચાલુ છે’ તેવું નિવેદન કરતા શિક્ષકો અને શિક્ષિકાઓ સ્તબ્ધ બની ગયા હતા. આ બાબતે ભારે હોબાળો થતા શુક્રવારે શિબિર સાંજના બદલે બપોરે 2 વાગે જ આટોપી લેવામાં આવી હતી. શિબિર પૂર્ણ થતા જ સેવકોએ આસારામ બાપુનું માર્કેટિંગ કરવા સાહિત્ય વહેંચ્યુ હતું. આ મુદ્દે શિક્ષિકોમાં નારાજગી ફેલાઈ હતી.

  • ‘આ લ્યો પ્રસાદ’ સેવકોએ વહેંચ્યું સાહિત્ય
    1.આસારામ આશ્રમમાં શિબિરની પૂર્ણાહુતિ થતા જ શિક્ષકો અને શિક્ષિકાઓ ઘર જવા પાર્કિગ તરફ રવાના થયા હતા ત્યારે અમુક સેવકોએ આવી ‘આ લ્યો પ્રસાદ’કહી આસારામની ડીવીડી, યોગાસનની પુસ્તક અને અન્ય ફોટાવાળું સાહિત્ય શિક્ષકો અને શિક્ષિકાઓને પ્રસાદરૂપે વહેંચી આસારામના ભક્તો બનાવવા બ્રાન્ડિંગ કરવામાં આવ્યું હતું.
  • ડીઇઓ કહે છે, સાહિત્યનું વિતરણ થયું નથી
    2.રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આસારામના સેવકોને એકપણ ડીવીડી કે બુક્સ વહેંચવા દીધા નથી અને તેમના સેવકોને તે પરત આપી દીધા છે ત્યારે બીજીબાજુ શિક્ષકોએ ડીવીડી અને પુસ્તકોને ફોટા મોકલી સેવકોએ તે વહેંચ્યાનો પુરાવો આપ્યો હતો. જેના પગલે ડીઇઓ ઉપાધ્યાયે સ્ટાફના ભરત શિલુ અને અન્ય જવાબદારને બચાવવા ખોટું બોલ્યા હોવાનું ચિત્ર સ્પષ્ટ થયું છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ