‘પોલીસ પ્રજાનો મિત્ર છે’એ સૂત્ર સાર્થક કરી રાજકોટ પોલીસે ઝૂપડા બળી ગયેલા શ્રમિક પરિવારોની કરી મદદ

બોલબાલા ટ્રસ્ટ દ્વારા જરૂરિ સામગ્ર આપવામાં આવી હતી
બોલબાલા ટ્રસ્ટ દ્વારા જરૂરિ સામગ્ર આપવામાં આવી હતી
શ્રમિક પરિવારને રાજકોટ પોલીસે ભોજન કરાવ્યું
શ્રમિક પરિવારને રાજકોટ પોલીસે ભોજન કરાવ્યું
પોલીસે ઝૂપડા બળી ગયેલા શ્રમિક પરિવારોની કરી મદદ
પોલીસે ઝૂપડા બળી ગયેલા શ્રમિક પરિવારોની કરી મદદ

DivyaBhaskar.com

Nov 10, 2018, 12:02 AM IST

રાજકોટ: શહેરના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સયુંક્ત પોલીસ કમિશ્નર સિદ્ધાર્થ ખત્રી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને "પોલીસ પ્રજાનો મિત્ર છે" એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા શહેરના પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવી. દિવાળીના દિવસે રાતે જંગલેશ્વર પાસે ફટાકડાને લીધે દેવીપૂજક સમાજના લગભગ સાતેક જેટલા કાચા ઝૂંપડાઓ બળીને રાખ થયા હતા.

ફટાકડાના કારણે લાગેલી આગમાં ત્યાં વસતા શ્રમિક દેવી પૂજક પરિવારનો ઘરવખરીનો સામાન પણ બળી ગયો હતો અને સાત જેટલા પરિવારો રસ્તા ઉપર આવી ગયા હતા. દિવાળીના દિવસે જ આ બનાવ બનતા જ રાજકોટ શહેર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરાવામાં આવી હતી. જે બાબતે મોડી રાતે આ તમામ પરિવારોએ અકસ્માતના લીધે દીવાળીના દિવસે ભૂખ્યા રહેવું પડે તેવી પરિસ્થિતિમાં મુકાઈ હયા હતા. પરંતુ પોલીસે રાત્રે લગભગ બે વાગે તેઓને ભોજન ની વ્યવસ્થા કરવી હતી.

રાજકોટ શહેર પોલીસ અને બોલબાલા ટ્રસ્ટ દ્વારા જરૂરી સમગ્રી પુરી પાડવામાં આવી

એકાએક આવી પડેલી આફતથી તહેવારોના સમયમાં શ્રમિક દેવીપૂજક પરિવારની હાલત કફોડી થઈ જતા, તેમની પરિસ્થિતિ જોઇને ભક્તિનગર પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે.ગઢવી તથા સ્ટાફ દ્વારા શ્રમિક દેવીપૂજક પરિવારને મદદ કરવાનું નક્કી કર્યું હતું. ભક્તિનગર પોલીસ દ્વારા રાજકોટ શહેરમાં સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતી સંસ્થા બોલબાલા ટ્રસ્ટના જયેશભાઇ ઉપાધ્યાયનો સંપર્ક કરી આ લોકોને સહાય પૂરી પાડવા માટે જાણ કરી હતી.

તાત્કાલિક જયેશભાઈ તેમની સમગ્ર ટીમ લઈને તમામ બેઘર બનેલા લોકોને જીવન જરૂરિયાતની કપડાં,અનાજ,વાસણ,જેવી તમામ ચીજ વસ્તુઓ પૂરી પાડી હતી. ઉપરાંત જ્યાં સુધી તેમના રહેણાક પાછા બની ન જાય ત્યાં સુધી દરરોજ બે ટાઈમ ભોજન આપવામાં આવશે. તહેવારોના સમયમાં રસ્તા ઉપર આવી ગયેલા શ્રમિક પરિવારની પડખે ઉભા રહી, રાજકોટ શહેર પોલીસ દ્વારા પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને આર્થક કરવામાં આવે છે.

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

X
બોલબાલા ટ્રસ્ટ દ્વારા જરૂરિ સામગ્ર આપવામાં આવી હતીબોલબાલા ટ્રસ્ટ દ્વારા જરૂરિ સામગ્ર આપવામાં આવી હતી
શ્રમિક પરિવારને રાજકોટ પોલીસે ભોજન કરાવ્યુંશ્રમિક પરિવારને રાજકોટ પોલીસે ભોજન કરાવ્યું
પોલીસે ઝૂપડા બળી ગયેલા શ્રમિક પરિવારોની કરી મદદપોલીસે ઝૂપડા બળી ગયેલા શ્રમિક પરિવારોની કરી મદદ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી